વિરોધના વંટોળમાં ફસાઇ Jolly LLB 3, આ કારણે દાખલ થઇ ફરિયાદ
Jolly LLB 3: બોલીવુડ એક્ટર અક્ષય કુમાર અને અરશદ વારસી વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર છવાયેલા છે. બંને એક્ટર્સે પોતાની અપકમિંગ ફિલ્મ જોલી એલએલબી 3નું શુટિંગ શરૂ થઇ ગયું છે.
તાજેતરમાં જ અક્ષય કુમારે પોતાના ઇન્ટાગ્રામ અકાઉન્ટ પર એક ફની વીડિયો શેર કરીને જોલી એલએલબી 3 (Jolly LLB 3) ની જાહેરાત કરી હતી. આ વચ્ચે Jolly LLB 3 ફિલ્મ અંગે વિવાદ વકર્યો છે.
Jolly LLB 3 સામે ફરિયાદ દાખલ - જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મ જોલી એલએલબી 3 શૂટિંગ શરૂ થતાની સાથે જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. અક્ષય કુમારની આ ફિલ્મ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, અને જલ્દીથી જલ્દી શૂટિંગ રોકવાની વિનંતી પણ કરવામાં આવી છે.
ન્યાયિક ગરિમાને ડામવાનો પ્રયાસ કરાયો - ઘણા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફિલ્મની કાસ્ટમાં બોલીવુડ એક્ટ્રેસ હુમા કુરેશી પણ સામેલ થઈ ગઈ છે. બીજી તરફ આ ફિલ્મ વિરુદ્ધ અજમેર કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે ફિલ્મ Jolly LLB 3માં ન્યાયિક ગરિમાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

જિલ્લા બાર એસોશિએસનના પ્રમુખે ફરિયાદ કરી - ઉલ્લેખનીય છે કે Jolly LLB 3 ફિલ્મ વિરુદ્ધ આ ફરિયાદ જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ ચંદ્રભાન સિંહ રાઠોડે નોંધાવી છે. આની સુનાવણી આજે એટલે કે 7મી મે 2024ના રોજ કોર્ટમાં થવાની છે.
અજમેર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશને સિવિલ જજ અજમેર નોર્થની કોર્ટમાં ફિલ્મ Jolly LLB 3નું શૂટિંગ રોકવા માટે અરજી દાખલ કરી છે. વકીલો અને ન્યાયાધીશોની મજાક ઉડાવવા બદલ બાર એસોસિએશનના પ્રમુખે ફિલ્મ નિર્માતાઓ, દિગ્દર્શકો અને કલાકારો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ કોર્ટને નોટિસ જાહેર કરવાની પણ વિનંતી કરી છે.
વકીલો અને ન્યાયાધીશોની મજાક ઉડાવવામાં આવી રહી છે - ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ ચંદ્રભાન સિંહ રાઠોડે કહ્યું કે, જોલી એલએલબીના પહેલા અને બીજા ભાગને જોયા બાદ નક્કી કરવામાં આવ્યું છે કે, ફિલ્મમાં ઘણું ખોટું થઈ શકે છે.
એવું લાગે છે કે ફિલ્મ નિર્માતાઓ, દિગ્દર્શકો અને કલાકારો દેશના બંધારણની ન્યાયતંત્રની ગરિમા અને પ્રતિષ્ઠાને બિલકુલ માન આપતા નથી. અત્રે નોંધનીય બાબત છે કે, Jolly LLB 3 નું શૂટિંગ અજમેરની ડીઆરએમ ઓફિસ સહિત આસપાસના ગામોમાં ચાલી રહ્યું છે.
Jolly LLB 3 માં પણ જોવા મળી શકે છે હુમા કુરેશી - પિંકવિલાના રિપોર્ટ અનુસાર, હુમા કુરેશી ફિલ્મ Jolly LLB 3 માં જોવા મળી શકે છે. આ પહેલા હુમા કુરેશી 2017માં રિલીઝ થયેલી ફિલ્મ Jolly LLB 2 માં જોવા મળી હતી. અહેવાલ છે કે, ફિલ્મનો કેટલોક ભાગ રાજસ્થાનના અજમેરમાં શૂટ કરવામાં આવશે.
Jolly LLB ના પહેલા બે ભાગ - મળતી માહિતી મુજબ, ફિલ્મ જોલી એલએલબી વર્ષ 2013માં રીલિઝ થઈ હતી. તેની સિક્વલ વર્ષ 2017માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. પ્રથમ ફિલ્મમાં અરશદ વારસી મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યો હતો, જ્યારે અક્ષય કુમાર બીજા ભાગમાં હીરો તરીકે જોવા મળ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
