વર્ષના અંતે હંસિકા મોટવાની કરશે લગ્ન, જયપુરમાં લેશે ફેરા
મનોરંજન જગતમાં હાલ ઋચા ચડ્ડા અને અલી ફઝલ સાથે લગ્ન બંધનમાં બંધાવા જઇ રહી છે. જે બાદ હવે વધુ એક અભિનેત્રી લગ્નબંધનમાં બંધાવા જઇ રહી છે. આ અભિનેત્રીનું નામ છે હંસિકા મોટવાની.
મનોરંજન જગતમાં હાલ ઋચા ચડ્ડા અને અલી ફઝલ સાથે લગ્ન બંધનમાં બંધાવા જઇ રહી છે. જે બાદ હવે વધુ એક અભિનેત્રી લગ્નબંધનમાં બંધાવા જઇ રહી છે. આ અભિનેત્રીનું નામ છે હંસિકા મોટવાની. નાના પડદાથી પોતાનું કરિયર શરૂનારી અભિનેત્રીએ ફિલ્મ ઇન્ડિસ્ટ્રીમાં પોતાનું આગવું નામ બનાવ્યું છે. હાલ તે લગ્ન બંધનમાં બંધાવા જઇ રહી છે અને હાલ લગ્નની તૈયારીઓમાં પણ વ્યસ્ત છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હંસિકા મોટવાની ચાલુ વર્ષે ડિસેમ્બરમાં શાહી અંદાજમાં લગ્ન કરવા જઈ રહી છે.

અભિનેત્રીએ તેના લગ્ન માટે રાજસ્થાનના જયપુરમાં સ્થિત 450 વર્ષ જૂનો મુંડોટા કિલ્લો પસંદ કર્યો છે. હંસિકાના લગ્નની તમામ વિધિ આ કિલ્લામાં જ થશે. અભિનેત્રીએ હજુ સુધી તેના લગ્નની પુષ્ટિ કરી નથી. આવા સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, અભિનેત્રી એક બિઝનેસમેન સાથે લગ્ન કરી રહી છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર જયપુરના કિલ્લામાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
હંસિકા મોટવાનીની કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે નાના પડદા પર બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. હંસિકાને 'શકા લાકા બૂમ બૂમ'થી ખાસ ઓળખ મળી હતી અને તેણે એકતા કપૂરના શો 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'માં પણ કામ કર્યું હતું. આવા સમયે અભિનેત્રી બાળ કલાકાર તરીકે બોલીવુડ ફિલ્મ 'કોઈ મિલ ગયા' માં પણ જોવા મળી હતી.
હંસિકાએ 2007ની ફિલ્મ 'આપકા સુરૂર' થી હિમેશ રેશમિયા સાથે મુખ્ય અભિનેત્રી તરીકે બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તે 'મની હૈ તો હની હૈ'માં પણ જોવા મળી હતી, પરંતુ અભિનેત્રી બોલીવુડમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ ન થઈ શકી, ત્યારબાદ તેણે સાઉથ ઈન્ડસ્ટ્રી તરફ વળ્યા હતા. અભિનેત્રીએ સાઉથની એક કરતાં વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને ટૂંક સમયમાં તેની ફિલ્મ 'રાઉડી બેબી' પણ રિલીઝ માટે તૈયાર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
