Gandhi Godse Ek Yudh : ગાંધી ગોડસે એક યુદ્ધનું મોશન પોસ્ટર થયું રીલિઝ, સિનેમાઘરોમાં આવશે આ દિવસે
Gandhi Godse Ek Yudh : નવા વર્ષમાં ખુશીઓ સાથે સાથે ઘણી બધી ફિલ્મો પણ રીલિઝ થવા જઇ રહી છે. જાન્યુઆરીમાં ફિલ્મો રીલિઝ થઇ રહી છે.
Gandhi Godse Ek Yudh : નવા વર્ષમાં ખુશીઓ સાથે સાથે ઘણી બધી ફિલ્મો પણ રીલિઝ થવા જઇ રહી છે. જાન્યુઆરીમાં ફિલ્મો રીલિઝ થઇ રહી છે. જેમાં રાજકુમાર સંતોષીની ફિલ્મ પણ શામેલ છે. રાજકુમાર સંતોષીની ફિલ્મ ગાંધી ગોડસે એક યુદ્ધ ગણતંત્ર દિવસે એટલે કે, 26 જાન્યુઆરીના રોજ રીલિઝ થશે.

ટાઇલ ટીઝર બાદ હવે Gandhi Godse Ek Yudh ફિલ્મનું મોશન પોસ્ટર પણ રીલિઝ કર્યું છે. ગાંધી ગોડસે સાથે રાજકુમાર સંતોષીએ ડાયરેક્ટર તરીકે 9 વર્ષ બાદ ફિલ્મ વાપસી કરી રહ્યા છે.

મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવી રહ્યા છે દીપક અંતાણી
મોશન પોસ્ટરમાં મહાત્મા ગાંધી અને નાથુરામ ગોડસેના પાત્રો સામસામે આવતા અને તેમને ભજવતા કલાકારોનો પરિચય કરાવે છે. દીપકઅંતાણી મહાત્મા ગાંધીની ભૂમિકામાં છે, જ્યારે ચિન્મય માંડલેકર નાથુરામ ગોડસેનું પાત્રમાં જોવા મળશે.
અસગર વજાહતે ફિલ્મની સ્ટોરીલખી છે, જેના આધારે સંતોષીએ પટકથા તૈયાર કરી છે. ફિલ્મમાં મહાત્મા ગાંધી અને ગોડસે વચ્ચેના વૈચારિક મતભેદોને સ્ટોરીનો આધારબનાવવામાં આવ્યો છે.

સંતોષીએ આપી છે ઘણી હિટ ફિલ્મો
રાજકુમાર સંતોષીએ ઘણી યાદગાર અને સફળ ફિલ્મો લખી અને દિગ્દર્શિત કરી છે. આમાં સૌથી વધુ લોકપ્રિય છે ફિલ્મોમાં ઘાયલ, દામિની અને ઘટકનો સમાવેશ થાય છે. આ ત્રણેય ફિલ્મોમાં સની દેઓલે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ઘાયલ અને દામિનીએ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યા હતા. આ સિવાય ખાખી પણ રાજકુમાર સંતોષીની સફળ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, અજય દેવગન, ઐશ્વર્યા રાય અને તુષાર કપૂરે મુખ્ય પાત્રો ભજવ્યા હતા. ખાખી અજય દેવગનના નેગેટિવ પાત્ર માટે પણ ચર્ચામાં છે.
સંતોષીનું છેલ્લું દિગ્દર્શન સાહસ ફટા પોસ્ટર નિખલા હીરો હતું, જેમાં શાહિદ કપૂર અને ઇલિયાના ડી'ક્રૂઝ અભિનિત હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી ન હતી.
|
ગાંધી-ગોડસે બોક્સ ઓફિસ પર પઠાણ સાથે ટકરાશે
ગાંધી ગોડસે એક યુદ્ધ 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ગાંધી ગોડસે એક યુદ્ધ બોક્સઓફિસ પર શાહરૂખ ખાનની પઠાણ સાથે ટકરાશે.
પઠાણ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. પઠાણ સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત એક જાસૂસી થ્રિલર ફિલ્મ છે. દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ લીડ રોલમાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
