Entertainment News : કોઇ બીમારીથી તો કોઇએ કરી આત્મહત્યા, આ સ્ટાર્સે નાની વયે દુનિયાને કહ્યું અલવિદા
Entertainment News : બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અવારનવાર માઠા સમાચાર આવતા રહે છે. આવામાં ઘણા એવા કલાકારો ઘણા કલાકારો છે, જેમણે આ દુનિયાને નાની ઉંમરમાં અલવિદા કહી દીધું હતું.
ટીવી અને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં આવા ઘણા સેલેબ્સ છે, જેમના મૃત્યુથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તો બીજી તરફ કેટલાક સ્ટાર્સના મૃત્યુના સમાચારે સોશિયલ મીડિયા પર પણ સનસનાટી મચાવી દીધી હતી.

અહેવાલો અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે, કેટલાક સ્ટાર ડિપ્રેશનનો શિકાર હતા અને કેટલાકને પ્રેમમાં દગો મળ્યો હતો. આજે આપણે એવા સેલેબ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે આત્મહત્યા કરીને જીવનનો અંત લાવ્યો હતો, જ્યારે અન્યનું મૃત્યુ બીમારીના કારણે નાની ઉંમરે થયું હતું.
પ્રત્યુષા બેનર્જી - બિગ બોસ સીઝન 7 અને બાલિકા વધૂ સાથે દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવનારી અભિનેત્રી પ્રત્યુષા બેનર્જીએ 24 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લીધી હતી. ઘણા અહેવાલો અનુસાર, અભિનેત્રીએ તેના ફ્લેટમાં ગળેફાંસો ખાઈ લીધો હતો, જે બાદ તેના બોયફ્રેન્ડ રાહુલ રાજ પર તેને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
જિયા ખાન - બોલીવુડ અભિનેત્રી જિયા ખાન 3 જૂન, 2013ના રોજ 25 વર્ષની ઉંમરે તેના જુહુ એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. આ મામલો આત્મહત્યાનો જણાવાઈ રહ્યો હતો. આવા સમયે જિયા ખાનની માતાએ સૂરજ પંચોલીને તેની પુત્રીનો હત્યારો ગણાવ્યો હતો. જોકે, આ મામલો કોટમાં લાંબા સમયથી ચાલી રહ્યો હતો. જેમાં સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.
કુશલ પંજાબી - ટીવીના પ્રખ્યાત અભિનેતા કુશલ પંજાબીએ 37 વર્ષની ઉંમરે 26 ડિસેમ્બર, 2019ના રોજ મોડી રાત્રે પોતાના ઘરમાં ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ વેરિફિકેશન દરમિયાન એક નોટ મળી આવી હતી, જેમાં અભિનેતાએ લખ્યું હતું કે, મારા મૃત્યુ માટે કોઈને જવાબદાર ન ઠેરવવામાં આવે.
સિદ્ધાર્થ શુક્લા - બિગ બોસ સીઝન 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. 2 સપ્ટેમ્બર, 2021ના રોજ માત્ર 40 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે.
દીપેશ ભાન - 'ભાભી જી ઘર પર હૈં' માં મલખાનનું પાત્ર ભજવીને દરેક ઘરમાં ફેમસ થયેલા દીપેશ ભાનનું 23 જુલાઈ, 2022ના રોજ 41 વર્ષની વયે અવસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે, દીપેશ સવારે ક્રિકેટ રમતા રમતા પડી ગયો હતો, તેને હોસ્પિટલ લઈ જવાયા બાદ મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
મધુબાલા - બોલીવુડની એવરગ્રીન અભિનેત્રી મધુબાલાનું 36 વર્ષની વયે બીમારીના કારણે નિધન થયું હતું. ઉલ્લેખનીય છે કે, તેમને હાર્ટ એટેક આવ્યો હતો.
સુશાંત સિંહ રાજપૂત - ટીવીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી અને બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં એમએસ ધોની સિવાય ઘણી હિટ ફિલ્મો આપનારા અભિનેતા સુશાંત સિંહનું 34 વર્ષની વયે અવસાન થયું છે. ઉલ્લેખનીય છે કે, સુશાંતનો મૃતદેહ તેના ફ્લેટ પર લટકતો જોવા મળ્યો હતો. જોકે, આજે પણ તેમનું મૃત્યુ એક રહસ્ય જ છે.
દિવ્યા ભારતી - 90ના દાયકાની અભિનેત્રી દિવ્યા ભારતીને કોણ નથી જાણતું. તે સમયે અભિનેત્રીએ ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. જ્યાં લોકોએ તેને ડાન્સથી લઈને એક્ટિંગ સુધી ખૂબ પસંદ કરી હતી, પરંતુ થોડા સમય બાદ અભિનેત્રીએ આત્મહત્યા કરી લીધી, જેના મૃત્યુનું રહસ્ય આજ સુધી ઉકેલાયું નથી.












Click it and Unblock the Notifications
