Entertainment news : ધર્મેન્દ્ર પહેલા આ એક્ટર સાથે થવાના હતા હેમા માલિનીના લગ્ન, પછી હીમેને કર્યું આવું કામ
Entertainment news : બોલીવુડની સુપરસ્ટાર હેમા માલિનીના ફેન્સની સંખ્યા આજે પણ કરોડોમાં છે. 70 અને 80ના દાયકામાં બોલીવુડમાં હેમા માલિનીનો દબદબો હતો. તે સમયના મોટા સ્ટાર સંજીવ કુમાર અને જિતેન્દ્ર જેમાં દિગ્ગજ અભિનેતાઓએ પણ તેમને લગ્ન માટે પ્રસ્તાવ આપી ચુક્યા હતા.
હેમા માલિનીના લગ્ન જિતેન્દ્ર સાથે થતા થતા રહી ગઇ હતી. જોકે, હેમા માલિના દિલમાં તો હીમેન ધર્મેન્દ્ર જ વસી ગયા હતા, અને તે ફક્ત તેની સાથે જ લગ્ન કરવા માંગતી હતી.

જિતેન્દ્ર અને હેમા માલિનીના પરિવારે જણાવ્યું હતું કે, બંને લગ્ન કરવા માંગતા હતા. બંનેના પરિવારો તેમના પર લગ્ન કરવા માટે દબાણ પણ કરી રહ્યા હતા. આ વચ્ચે હેમા માલિની ધર્મેન્દ્ર પ્રત્યેના પ્રેમને કારણે લગ્ન માટે રાજી નહોતી. આ વાતનો ઉલ્લેખ હેમા માલિની બિયોન્ડ ધ ડ્રીમ ગર્લમાં પણ ઉલ્લેખ છે.
ન્યૂઝ રિપોર્ટ અનુસાર, લગ્ન માટે બંને સ્ટારના પરિવારો ચેન્નાઇ પહોંચી ગયા હતા. બંનેના પરિવારોએ લગ્ન માટેની તમામ તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી. આ વાતની જાણ જ્યારે ધર્મેન્દ્રને થઇ, ત્યારે તેઓ ચેન્નાઇ પહોંચી ગયા હતા. જ્યાં જિતેન્દ્રની પત્ની શોભા પણ પહોંચી ગઇ હતી, જે કારણે જિતેન્દ્ર અને હેમાના લગ્ન થઇ શક્યા ન હતા.
એક ઇન્ટરવ્યુમાં હેમા માલિનીએ જણાવ્યું હતું કે, જિતેન્દ્ર અને તેમના વચ્ચે બધુ સામાન્ય છે. જૂની વાતો ભૂલીને આગળ વધવામાં જ સમજદારી છે. ઉલ્લેખનીય છે કે, હેમા માલિનીએ ધર્મેન્દ્ર સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો, કારણ કે, ધર્મેન્દ્ર પહેલેથી જ પરિણિત હતા, અને તેમની પહેલી પત્ની પ્રકાશ કૌર તેમની સાથે છુટાછેડા લેવા માંગતી નહોતી.












Click it and Unblock the Notifications
