કાંતારાની ધમાકેદાર સફળતા બાદ ડાયરેક્ટરે કર્યા રજનીકાંતના ચરણસ્પર્શ
વર્તમાન સમયમાં ફિલ્મ કાંતારા સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. બોલીવુડના દિગ્ગજ ડાયરેક્ટર અને એક્ટર આ શાનદાર ફિલ્મના ફેન્સ બની ગયા છે. કંગના રનૌતે પણ ફિલ્મની જોરદાર વખાણ કર્યા હતા.
વર્તમાન સમયમાં ફિલ્મ કાંતારા સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. બોલીવુડના દિગ્ગજ ડાયરેક્ટર અને એક્ટર આ શાનદાર ફિલ્મના ફેન્સ બની ગયા છે. કંગના રનૌતે પણ ફિલ્મની જોરદાર વખાણ કર્યા હતા. ફિલ્મ ડાયરેક્ટર ઋષભ શેટ્ટીએ પણ ઘણી હેડલાઇન્સ બનાવી હતી.
આ સાથે સાઉથ સુપરસ્ટાર થલાઇવાએ પણ આ ફિલ્મના વખાણ કર્યા હતા. આ વચ્ચે આટલા સમ્માન બાદ તેઓ રજનીકાંતને મળવા તેમના ઘરે પહોંચી ગયા હતા. આ દરમિયાન ઋષભે રજનીકાંતના ચરણસ્પર્શ કર્યા હતા. આ તસવીર વાયરલ થઇ રહી છે.
|
ડિરેક્ટરે શેર કરી પોસ્ટ
રજનીકાંતના ચરણ સ્પર્શ કરતી આ તસવીરો ઋષભ શેટ્ટીએ પોતાના ટ્વિટર પર શેર કરી છે. તસવીરોમાં બંને વચ્ચેનો પ્રેમ સ્પષ્ટ દેખાઈરહ્યો છે અને ચાહકોને પણ આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.
|
રજનીકાંતે વખાણ કર્યા
આ પહેલા સુપરસ્ટાર રજનીકાંતે ફિલ્મના જોરદાર વખાણ કર્યા હતા. અભિનેતાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, કાંતારાને જોયા પછી મારા વાળ ઉભા થઈ ગયા હતા. અભિનેતાએ જણાવ્યું હતું કે, આવી ફિલ્મો ફક્ત હોમ્બલે ફિલ્મ્સ જ બનાવી શકે છે.
ઋષભ શેટ્ટી એક લેખક, દિગ્દર્શક અને અભિનેતા તરીકે તમારા કામને હું સલામ કરું છું. આ સાથે રજનીકાંતે સમગ્ર ટીમને અભિનંદન પણ પાઠવ્યા હતા.

કંગનાએ જોરદાર વખાણ કર્યા
માત્ર રજનીકાંત જ નહીં અન્ય ઘણા સ્ટાર્સ પણ કાંતારા ફિલ્મથી ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. તાજેતરમાં જ અભિનેત્રી કંગના રનૌતે પણ આફિલ્મના જોરદાર વખાણ કર્યા હતા.
કંગનાએ જણાવ્યું હતું કે, કાંતારા ફિલ્મ આવતા વર્ષે ઓસ્કારમાં શામેલ થવી જોઈએ. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, આ ફિલ્મ જોયા પછી તેને ખૂબ જ ગમી હતી.

વિવેક અગ્નિહોત્રીએ ગણાવી માસ્ટરપીસ
આ અદ્ભુત ફિલ્મના વખાણ કરતા માત્ર અભિનેતાઓ કે અભિનેત્રીઓ જ નહીં, પરંતુ દિગ્દર્શકો પણ પોતાને રોકી શકતા નથી.
તાજેતરમાં ધકાશ્મીર ફાઇલ્સ ફિલ્મના નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ પણ ફિલ્મના વખાણ કરતો એક વીડિયો શેર કર્યો હતો.
દિગ્દર્શકે જણાવ્યું હતું કે, તે ફિલ્મ જોયા પછી જ આવી રહ્યો છે. તેમણે આ ફિલ્મને ખૂબ જ શાનદાર અને ઉત્તમ ગણાવી હતી.

ફિલ્મ કરી રહી છે શાનદાર બિઝનેસ
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ કાંતારાએ બોક્સ ઓફિસ પર 200 કરોડની કમાણી કરી છે. આ સાથે જ ફિલ્મની કમાણી પણ દિવસેને દિવસેવધી રહી છે. આ અગાઉ તેને કન્નડ ભાષામાં રિલીઝ કરવામાં આવી હતી, પરંતુ પછી તેના જબરદસ્ત પ્રદર્શન બાદ તેને હિન્દી સહિત અન્યભાષાઓમાં રિલીઝ કરવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
