યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડા બાદ ધનશ્રી વર્માની ખુલી ગઈ કિસ્મત, ઑફર થયો ટીવીનો સૌથી મોટો શૉ
ટીવી જગતનો બહુપ્રતિક્ષિત સ્ટંટ રિયાલિટી શો 'ખતરોં કે ખિલાડી' ફરી એકવાર તેની નવી સીઝન સાથે પરત ફરી રહ્યો છે. સીઝન 15ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને તેના સ્પર્ધકો અંગે ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે. હંમેશની જેમ, આ વખતે પણ ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી શોનું સંચાલન કરતા જોવા મળશે.
દર વખતની જેમ, આ સિઝનમાં પણ ઘણા ટીવી સેલેબ્સ અને સોશિયલ મીડિયા સ્ટાર્સ સ્ટંટ કરતા જોવા મળશે.આ વખતે, જે બે નામો સૌથી વધુ હેડલાઇન્સમાં આવ્યા છે તે છે ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની ભૂતપૂર્વ પત્ની ધનશ્રી વર્મા અને બીજું સોશિયલ મીડિયા ઈન્ફ્યુઅન્સર અપૂર્વ માખીજા. બંને તાજેતરના સમયમાં વિવાદોમાં રહ્યા છે અને હવે તેમને શોમાં ઉમેરવાની ચર્ચા થઈ રહી છે.
IWMBuzz ના અહેવાલ મુજબ, શોની ટીમે ધનશ્રી વર્માનો સંપર્ક કર્યો છે અને વાતચીત ચાલી રહી છે. જો બધું બરાબર રહ્યું, તો તે ટૂંક સમયમાં શોમાં ભાગ લઈ શકે છે. તે જ સમયે, અપૂર્વ માખીજા, જે અગાઉ 'ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ' ને કારણે ચર્ચામાં આવ્યા હતા, તે પણ શોના નિર્માતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે.

સમય રૈનાના શોમાં એક સ્પર્ધક પર કરેલી ટિપ્પણીને કારણે અપૂર્વાને ઘણી ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો.જોકે, ધનશ્રી કે અપૂર્વાએ હજુ સુધી આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી નથી. ઉપરાંત, વનઇન્ડિયા ગુજરાતી આ સમાચારની પુષ્ટિ કરતું નથી.
જો ધનશ્રી આ શોમાં ભાગ લે છે, તો આ તેનો પહેલો ટીવી શો નહીં હોય. અગાઉ, તે 'ઝલક દિખલા જા 11'માં જોવા મળી હતી, જ્યાં તેના ભૂતપૂર્વ પતિ યુઝવેન્દ્ર ચહલ તેને સપોર્ટ કરવા આવ્યો હતો.
સીઝન 15ના સંભવિત સ્પર્ધકોની યાદી પણ જાહેર કરવામાં આવી છે, જેમાં પારસ છાબરા, ઈશા સિંહ, મલ્લિકા શેરાવત, અવિનાશ મિશ્રા, દિગ્વિજય સિંહ, ચૂમ દરંગ, મોહસીન ખાન, સિદ્ધાર્થ નિગમ, બસીર અલી, ગુલ્કી જોશી, ભાવિકા શર્મા અને રાગિની ખન્નાનું નામ સામેલ છે. જોકે, નિર્માતાઓ તરફથી આ નામો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
