India Got latent શૉમાં દીપિકા પાદુકોણના બ્રેકઅપ ડિપ્રેશનને લઈને કરાઈ મજાક, સમય રૈના પર લોકો ભડક્યા
India Got latent Show: બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણને કોઈ ઓળખની જરૂર નથી. તેણીએ તેના ઘણા ઇન્ટરવ્યુમાં તેના અંગત જીવન સાથે જોડાયેલા ખુલાસા કર્યા છે. અભિનેત્રીએ ત્યાં સુધી કહ્યું કે તે ડિપ્રેશનનો શિકાર હતી અને તે કેવી રીતે બહાર આવી. પરંતુ એક શોમાં તેના ડિપ્રેશનની મજાક ઉડાવવામાં આવી હતી.
સમય રૈનાના શો 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા સ્પર્ધકે બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણની ડિપ્રેશન સંબંધિત સમસ્યાની મજાક ઉડાવી હતી. આટલું જ નહીં આ મજાકમાં તેની પુત્રીને પણ સામેલ કરવામાં આવી હતી, જે બાદ સોશિયલ મીડિયા પર વિવાદ ઊભો થયો હતો.
વીડિયોમાં કોમેડિયન કહે છે, 'દીપિકા પાદુકોણ તાજેતરમાં જ માતા બની છે. સરસ, હવે તેઓ સરળતાથી સમજી શકશે કે ડિપ્રેશન ખરેખર કેવું લાગે છે. શોમાં હાજર લોકોએ તેને રણબીર કપૂર સાથેના બ્રેકઅપ સાથે જોડવાનું શરૂ કરતાં જ કોમેડિયને કહ્યું, 'બ્રેકઅપ ડિપ્રેશન શું છે?' કોમેડિયનની આ ટિપ્પણીને કારણે જજ સમય રૈના, તન્મય ભટ્ટ, રઘુ રામ અને અન્ય હાજર લોકો જોર જોરથી હસવા લાગ્યા.

પેનલ પર ન્યુરોલોજીસ્ટ હતા હાજર
શોની પેનલ પર ન્યુરોલોજીસ્ટની હાજરી હોવા છતાં માનસિક સ્વાસ્થ્ય અને ક્લિનિકલ ડિપ્રેશનને હળવાશથી લેવામાં આવ્યુ હતું.ત્યારે આ સમગ્ર મજાક પર ઘણી ટીકા થઈ રહી છે, ખાસ કરીને પેનલના પર ન્યૂરોલોજીસ્ટ હોવા છતા આ પ્રકારની મજાક કરવામાં આવી હતી.
ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો સ્ક્રીનશોટ
સમય રૈનાએ હાલમાં જ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર આ વિવાદનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. તેણે તેમાં લખ્યું છે કે, "જે લોકો ટ્વિટર પર હંગામો મચાવી રહ્યા છે તેમને મારી એક વિનંતી છે, શું તમે લોકો તમારો ગુસ્સો મારા યુટ્યુબ કોમેન્ટ સેક્શનમાં ઠાલવી શકો છો, જેથી મને કેટલીક એડ રેવન્યુ મળી શકે."
સમય રૈનાએ ટ્રોલસને આપ્યો જવાબ
સમય રૈનાએ પોતાના તાજેતરના નિવેદનોથી નવી ચર્ચા શરૂ કરી છે. તેણે સ્ટોરીમાં માત્ર યુટ્યુબ વિડિયોની લિંક જ શેર કરી ન હતી, પરંતુ એક ટ્વીટ પણ કરી હતી જેમાં તેણે લોકોને ટ્વિટર પર હંગામો કરવાને બદલે યુટ્યુબના કોમેન્ટ સેક્શનમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા કહ્યું હતું. તેમના આ ટ્વિટે સોશિયલ મીડિયા પર ભારે ધૂમ મચાવી છે. લોકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે, કેટલાક લોકોએ શો બંધ કરવાની અપીલ પણ કરી હતી. ચાહકોને ડિપ્રેશનને લઈને આવી રીતે કોઈની મજાક ઉડાવવાનું પસંદ નહોતું.
બેબી બમ્પને લઈને થઈ હતી ટ્રોલ
તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણે આ વર્ષે સોશિયલ મીડિયા દ્વારા પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. જે બાદ લોકોએ તેને તેના બેબી બમ્પને લઈને ઘણી ટ્રોલ કરી હતી. જો કે અભિનેત્રીએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. 8 સપ્ટેમ્બરના રોજ, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે તેમની આરાધ્ય પુત્રી, દુઆનું સ્વાગત કર્યું. હાલમાં અભિનેત્રી તેની માતૃત્વની સફર માણી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
