Chandu Champion Collection: ચંદુ ચેમ્પિયન એ મચાવી ધૂમ, કાર્તિક આર્યનની ફિલ્મે કરી બમ્પર કમાણી
Chandu Champion Collection: કાર્તિક આર્યનની ફિલ્મ ચંદુ ચેમ્પિયનને દર્શકો અને વિવેચકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા મુરલીકાંત પેટકરની ભૂમિકામાં ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. ભલે ફિલ્મે પહેલા દિવસે અપેક્ષા કરતા ઓછી કમાણી કરી હતી.
ફિલ્મે 4 કરોડ 75 લાખની કમાણી કરી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે, કોરોના મહામારી બાદ રિલીઝ થયેલી કાર્તિક આર્યનની ફિલ્મોમાં ચંદુ ચેમ્પિયનનું ઓપનિંગ ડે કલેક્શન અત્યાર સુધીનું સૌથી ઓછું છે.
જોકે બીજા અને ત્રીજા દિવસે ફિલ્મની કમાણીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. આ અહેવાલમાં આપણે જાણીશું કે, કાર્તિક આર્યનની ફિલ્મે અત્યાર સુધી કેટલી કમાણી કરી છે.

ચંદુ ચેમ્પિયને વીકેન્ડ પર આટલી કમાણી કરી - સકનિલ્કના પ્રારંભિક અંદાજ મુજબ, કાર્તિક આર્યનની ચંદુ ચેમ્પિયને ત્રીજા દિવસે 10 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જ્યારે બીજા દિવસે ફિલ્મે 16.75 કરોડની કમાણી કરી હતી.
આ સાથે જ ત્રણ દિવસમાં ફિલ્મની કુલ કમાણી 21.75 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. આવનારા સમયમાં આ ફિલ્મ આનાથી વધુ કમાણી કરી શકે તેવી આશા છે.
ચંદુ ચેમ્પિયન વિશે - ઉલ્લેખનીય છે કે, કબીર ખાનની આ ફિલ્મમાં કાર્તિક આર્યન એ ભારતના પ્રથમ પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા મુરલીકાંત પેટકરની ભૂમિકા ભજવી છે. કબીર ખાન દ્વારા નિર્દેશિત ફિલ્મ ચંદુ ચેમ્પિયન એક બાયોપિક છે.
કાર્તિક આર્યન ઉપરાંત, ફિલ્મમાં ભુવન અરોરા, યશપાલ શર્મા, રાજપાલ યાદવ, અનિરુદ્ધ દવે, વિજય રાઝ, પલક લાલવાણી અને ભાગ્યશ્રી બોરસે પણ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
