શું 2025માં દુલ્હન બનશએ તમન્ના ભાટીયા? વિજય વર્મા સાથે લગ્ન અંગેનો જણાવ્યો સમગ્ર વેડિંગ પ્લાન
Bollywood gorgeous couple : તમન્ના ભાટિયા અને વિજય વર્મા લોકપ્રિય કપલમાંથી એક છે. આ કપલે વર્ષ 2023માં તેમના સંબંધોની પુષ્ટિ કરી હતી. જે બાદ તેમના લગ્નના સમાચાર દરરોજ આવતા રહે છે. હવે તમન્ના ભાટિયાએ પોતે આ અંગે મૌન તોડ્યું અને છે.
હાલમાં જ સમાચાર આવ્યા હતા કે વિજય વર્મા અને તમન્ના ભાટિયા આવતા વર્ષે 2025માં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ દિવસોમાં કપલ મુંબઈમાં પોતાનું નવું ઘર શોધી રહ્યું છે. હવે હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં તમન્ના ભાટિયાએ લગ્નના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે.

2025માં લેશે ફેરા
તમન્ના ભાટિયાએ કહ્યું, લગ્ન પણ થઈ શકે છે, કેમ નહીં? મારા માટે લગ્ન અને કરિયર વચ્ચે કોઈ સંબંધ નથી. હું ઉત્સાહી છું અને લગ્ન પછી પણ અભિનય ચાલુ રાખીશ." જો કે, અભિનેત્રીએ વિજય વર્મા સાથેના તેના લગ્નને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. તેલુગુ 123ના નજીકના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, કપલ 2025 માં સાત ફેરા લેશે.
લસ્ટ સ્ટોરીઝ 2થી શરૂ થઈ હતી લવસ્ટોરી
તમને જણાવી દઈએ કે તમન્ના ભાટિયા અને વિજય વર્માની લવ સ્ટોરી લસ્ટ સ્ટોરીઝ 2 થી શરૂ થઈ હતી. આમાં બંનેએ ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા. આ પછી બંનેએ તેમના સંબંધોને સત્તાવાર કરી દીધા. આ પછી વિજય અને તમન્ના બોલિવૂડની ઘણી ઈવેન્ટ્સમાં સાથે જોવા મળ્યા હતા જ્યાં બંને ઘણીવાર એકબીજા પર પ્રેમ વરસાવતા હતા. હવે તમન્ના તેના બોયફ્રેન્ડ વિજય વર્મા સાથે ક્યારે લગ્ન કરશે તે જાણવાની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
બંનેના વર્કફન્ટ
વિજય વર્માના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે વેબ સિરીઝ IC 814 The Kandahar Hijack માં જોવા મળ્યો હતો. આ અંગે ઘણો વિવાદ થયો હતો. તમન્ના ભાટિયાની વાત કરીએ તો અભિનેત્રી ફિલ્મ સ્ત્રી 2માં જોવા મળી હતી. જેમાં તેણે 'આજ કી રાત' આઈટમ સોંગ કરીને ચાહકોને દિવાના બનાવ્યા હતા. આ ગીતમાં તમન્ના ભાટિયાનો ડાન્સ ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. હવે તે ટૂંક સમયમાં ક્રાઈમ ડ્રામા સિકંદર કા મુકદ્દરમાં જોવા મળશે.












Click it and Unblock the Notifications
