Bollywood Upcoming Sequel Films : હવે બોક્સ ઓફિસમાં ગદર મચાવશે આ બોલીવુડ સિક્વલ, જાણો લિસ્ટ
Bollywood Upcoming Sequel Films : બોલીવુડ ઇન્ડસ્ટ્રી માટે વર્ષ 2023 ઘણુ ખાસ રહ્યું છે. આ વર્ષે બોલીવુડમાં ઘણી હિટ ફિલ્મ આપી છે. પઠાણથી લઇને ગદર 2 સુધી છપ્પરફાડ કમાણી કરી છે. જેમાં ડ્રીમ ગર્લ 2, ગદર 2 અને ઓહ માય ગોડ 2 જેવી સિક્વલ ફિલ્મો બ્લોકબસ્ટર ફિલ્મોનો પણ સમાવેશ થાય છે.
સની દેઓલની ગદર 2 એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. હવે શાહરૂખ ખાનની જવાન બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે. બીજી તરફ કેટલીક સુપરહિટ ફિલ્મોની સિક્વલ પણ રિલીઝ થવા જઈ રહી છે, જેમાં સલમાન ખાન અને કેટરિના કૈફની ટાઈગર 3થી લઈને અક્ષય કુમારની વેલકમ 3 પણ આ લિસ્ટમાં સામેલ છે.

ફુકરે 3 - પુલકિત સમ્રાટ અને રિચા ચઢ્ઢાની ફિલ્મ ફુકરે 3ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરની કંપની એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનાવવામાં આવી છે.
તાજેતરમાં જ આ કોમેડી ફિલ્મ વે ફુકરેનું પહેલું ગીત રિલીઝ થયું છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે પણ પુલકિત સમ્રાટ, વરુણ શર્મા, મનજોત સિંહ અને પંકજ ત્રિપાઠી ફુકરે 3માં મહત્વના રોલમાં જોવા મળશે. મૃગદીપ સિંહ લાંબાએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મ 28 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
વેલકમ 3 - પોતાના જન્મદિવસના અવસર પર અક્ષય કુમારે ફેન્સ માટે વેલકમ 3 વિશે એક ખાસ અપડેટ શેર કરી હતી, જેના પછી સોશિયલ મીડિયા પર આ ફિલ્મની ચર્ચા થઈ રહી છે. બોલીવુડના ખિલાડી કુમારે તેની કોમેડી ફિલ્મ વેલકમ 3ની જાહેરાત કરી છે.
ફિલ્મમાં અક્ષય કુમારની સાથે સુનીલ શેટ્ટી, સંજય દત્ત, રવિના ટંડન, લારા દત્તા, દિશા પટણી, જેકલીન ફર્નાન્ડિસ, રાજપાલ યાદવ, જોની લીવર, પરેશ રાવલ, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા જોવા મળશે. મેકર્સ આ ફિલ્મને ક્રિસમસ 2024 પર રિલીઝ કરશે.
ટાઇગર 3 - મનીષ શર્માની ફિલ્મ ટાઇગર 3 આ દિવાળીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. સલમાન ખાન અને કેટરિના કૈફ ટાઇગર ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ભાગ જોવા માટે લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. ઈમરાન હાશ્મી, રેવતી અને રણવીર શૌરી સિવાય શાહરૂખ ખાન ફિલ્મમાં પઠાણના રોલમાં કેમિયો કરશે.
સ્ત્રી 2 - શ્રદ્ધા કપૂર-રાજકુમાર રાવની સ્ત્રી 2 એક હોરર કોમેડી ફિલ્મ છે. ફિલ્મ સ્ત્રીને પણ લોકો તરફથી સારા રિવ્યુ મળ્યા છે. સ્ત્રી 2માં પણ શ્રદ્ધા કપૂર-રાજકુમાર રાવની જોડી જોવા મળશે. આ વખતે સ્ત્રી 2ની થીમ ઓ સ્ત્રી, કલ આના નહીં, પરંતુ હે સ્ત્રી, હમારી રક્ષા કરના છે. આ વખતે પણ ફિલ્મ સ્ત્રી 2માં શ્રદ્ધા કપૂર સિવાય રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી જોવા મળવાના છે.
હેરાફેરી 3 - ફરહાદ સામજી દિગ્દર્શિત ફિલ્મ હેરા ફેરી 3ની રિલીઝની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ ફરી એકવાર બધાને હસાવવા માટે તૈયાર છે. આ કોમેડી ફિલ્મના નિર્દેશનની જવાબદારી ફરહાદ સામજીને આપવામાં આવી છે. આ ફિલ્મ 29 માર્ચ, 2024ના રોજ રિલીઝ થવાની છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
