અભિનેત્રી કાજોલે બે વખત સહન કર્યું છે મિસકેરેજનું દર્દ, આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ગુમાવ્યું હતુ બાળક
બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ અને અજય દેવગનની લવસ્ટોરી ફિલ્મ 'ઈશ્ક'થી શરૂ થઈ હતી. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું અને પછી વર્ષ 1999માં બંનેએ લગ્ન કરી લીધા હતા. આ દંપતીને બે બાળકો છે, પરંતુ કાજોલે એકવાર ખુલાસો કર્યો હતો કે તેણીને બે વાર મિસકેરેજ થયુ હતુ.
કાજોલે હ્યુમન્સ ઓફ બોમ્બેને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે જ્યારે 'કભી ખુશી કભી ગમ'નું શૂટિંગ કરી રહી હતી ત્યારે તે પ્રેગ્નન્ટ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી પરંતુ કાજોલના જીવનમાં તોફાન આવી ગયું. અભિનેત્રીએ કહ્યું હતું કે આ ફિલ્મ બાદ તેને મિસકેરેજ થયુ હતુ.
પ્રેગ્નન્ટ થયા બાદ મિસકેરેજની પીડા સહન કરનારી કાજોલ લાંબા સમય સુધી પરેશાન રહી. જો કે તે તેમાંથી બહાર આવી અને ફરીથી ગર્ભવતી બની, જો કે, ત્યારબાદ કાજોલને બીજી વખત મિસકેરેજ થયુ. અભિનેત્રીએ કહ્યું, સમયની સાથે અમે બાળકને જન્મ આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ ફરી વખત મિસકેરેજ થયુ હતુ.

ફિલ્મ દરમિયાન થયો હતો અકસ્માત
આ અંગે અજય દેવગને વાતચીત દરમિયાન કહ્યું હતું કે, 'અમે બે વાર બાળક ગુમાવ્યું છે પરંતુ તેનો કોઈ અફસોસ નથી. જોકે તે અમારા બંને માટે ખૂબ જ મુશ્કેલ સમય હતો. કરણ જોહરની ફિલ્મ 'યે લડકા હૈ દિવાના'ના શૂટિંગ દરમિયાન કાજોલનો મોટો અકસ્માત થયો હતો.
અકસ્માતમાં કાજોલે યાદ શક્તિ ગુમાવી હતી
કરણ જોહરે કહ્યું હતું કે આ ગીતમાં કાજોલે સાઈકલ ચલાવવી હતી પરંતુ સંતુલન ગુમાવવાને કારણે તે પડી ગઈ હતી. આ અકસ્માતને કારણે કાજોલને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તે બેભાન થઈ ગઈ હતી. અભિનેત્રીએ પણ તેની યાદશક્તિ ગુમાવી દીધી હતી અને તે ભૂલી પણ ગઈ હતી કે અજય દેવગન તેનો પતિ છે. જોકે, બાદમાં કાજોલે સારવાર લીધી અને સ્વસ્થ થઈ ગઈ.
લગ્ન જીવનના થયા 24 વર્ષ
તમને જણાવી દઈએ કે બે વખત મિસકેરેજનો ભોગ બનેલી કાજોલે તેના બે બાળકોનું સ્વાગત કર્યું જેનું નામ ન્યાસા અને યુગ છે. અભિનેત્રી ઘણીવાર બાળકો સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. અજય દેવગન અને કાજોલના લગ્નને 24 વર્ષ થયા છે અને બંને પોતાના લગ્ન જીવનમાં ખુશ છે.












Click it and Unblock the Notifications
