બોલીવુડ એક્ટર મનોજ બાજપેયીની માતાનું નિધન
બોલીવુડના ટેલેન્ટેડ એક્ટર્સની યાદીમાં ટોચ પર રહેલા મનોજ બાજપેયીની માતાનું નિધન થયું છે. 80 વર્ષીય માતાને ઉંમર સંબંધિત બિમારીને કારણે તેમની માતા ગીતા દેવીને દિલ્હીના મેક્સ પુષ્પાંજલિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બોલીવુડના ટેલેન્ટેડ એક્ટર્સની યાદીમાં ટોચ પર રહેલા મનોજ બાજપેયીની માતાનું નિધન થયું છે. 80 વર્ષીય માતાને ઉંમર સંબંધિત બિમારીને કારણે તેમની માતા ગીતા દેવીને દિલ્હીના મેક્સ પુષ્પાંજલિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ આજે સવારે 8:30 કલાકે તેમનુ અવસાન થયું હતું. હાલ તેમના નિધન પર ફેન્સ સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.

અભિનેતા મનોજ બાજપેયીએ તેમની માતાના મૃત્યુની પુષ્ટિ કરી અને જણાવ્યું હતું કે, તેઓ એક અઠવાડિયાથી વધુ સમયથી દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ હતા. જે બાદ આજે સવારે જ તેમનું નિધન થયું હતું.
મનોજ બાજપેયીની માતાની તબિયતમાં છેલ્લા કેટલાક દિવસોથી સુધારો જોવા મળી રહ્યો હતો, પરંતુ ગુરૂવારની રાત્રે જ તેમની તબિયત લથડી હતી અને આજે સવારે તેમનું નિધન થયું હતું. આ સમય દરમિયાન અભિનેતા તેમની માતા સાથે હતા. મનોજ વ્યાપેયીએ
હંમેશા તેમની માતાને પોતાની શક્તિનો આધારસ્તંભ ગણાવ્યો છે. આવી સ્થિતિમાં અભિનેતા તેમની માતાના મૃત્યુથી ખૂબ જ દુઃખી છે.
ઉલ્લેખનીય છે કે, મનોજ બાજપેયીના પિતાનું ગત વર્ષે ઓકટોબર મહિનામાં જ નિધન થયું હતું. મનોજ બાજપેયી તેમના પિતા અને માતા બંનેની નજીક હતા. હવે માતાના નિધનથી અભિનેતાનો આખો પરિવાર શોકમાં છે. અભિનેતા પણ ખૂબ ભાંગી પડ્યા છે.
મનોજની માતાના અવસાન વિશે માહિતી આપતાં અશોક પંડિતે ટ્વીટ કર્યું હતું કે, મનોજ વ્યાપેયી, તમારી આદરણીય માતાના દુઃખદ અવસાન પર અમે તમને અને તમારા પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. ઓમ શાંતિ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
