Beef and Brahmastra : રણબીર બાદ વિવેક અગ્નિહોત્રીનો વીડિયો વાયરલ
હવે 'ધ કશ્મીર ફાઇલ્સ'ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીનો એક જૂનો વીડિયો લાઈમલાઈટમાં આવ્યો છે, જેમાં તે પોતે જ જણાવી રહ્યા છે કે, તેમને પણ બીફ પસંદ છે.
Beef and Brahmastra : ફિલ્મ અભિનેતા રણબીર કપૂરના બીફ પરના નિવેદન બાદ હોબાળો થયો છે. આ અગાઉ તેની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના પ્રમોશનના ભાગ રૂપે, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને ફિલ્મ નિર્માતા અયાન મુખર્જી મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કરવા પહોંચ્યા હતા, જ્યાં બજરંગ દળે બીફ પરના અભિનેતાના નિવેદન પર હોબાળો મચાવ્યો હતો.
જે બાદ અભિનેતાએ અને તેમની પત્ની મહાકાલના દર્શન કરી શક્યા ન હતા. આ ચર્ચા વચ્ચે હવે 'ધ કશ્મીર ફાઇલ્સ'ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીનો એક જૂનો વીડિયો લાઈમલાઈટમાં આવ્યો છે, જેમાં તે પોતે જ જણાવી રહ્યા છે કે, તેમને પણ બીફ પસંદ છે.

બીફના નિવેદનને લઈને રણબીરની ટીકા
હાલમાં જ વિવેક અગ્નિહોત્રીએ બોયકોટ બોલીવુડ અને ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. આટલું જ નહીં, એક તરફ જ્યાંફિલ્મને કેટલાક લોકોનું સમર્થન મળી રહ્યું છે, તો બીજી તરફ સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકો આ ફિલ્મ સામે બહિષ્કારનો ટ્રેન્ડપણ ચલાવી રહ્યા છે.
કારણ કે હાલમાં જ રણબીર કપૂરનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે કહી રહ્યો છે કે, તેને બીફ ખાવાનું પસંદછે. આવી સ્થિતિમાં રણબીરને આકરી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

હવે વિવેક અગ્નિહોત્રીનો જૂનો વીડિયો પણ વાયરલ
આવા સમયે, હવે વિવેક અગ્નિહોત્રીનો એક જૂનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં નિર્દેશકે પોતે એક ઈન્ટરવ્યુમાંકબૂલ્યું છે કે, તેને બીફ પણ પસંદ છે.
વાયરલ વીડિયો 'ન્યૂઝ લોન્ડ્રી' સાથેની વાતચીત દરમિયાનનો છે, જેમાં વિવેક કહે છે કે, મેં પણ લખ્યુંછે કે તમને શ્રેષ્ઠ બીફ ક્યાંથી મળશે, મેં ઘણી વસ્તુઓ લખી છે, હું તેને પહેલા પણ ખાતો હતો અને હજૂ પણ ખાઉં જ છું. તેને ખાવાથી મારાજીવનમાં કંઈ બદલાયું નથી.

રણબીરે આપ્યું હતું બીફ પર નિવેદન
ખરેખર, હાલમાં જ રણબીર કપૂરના ઈન્ટરવ્યુની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જે તેણે વર્ષ 2011માં તેની ફિલ્મરોકસ્ટારના પ્રમોશન દરમિયાન આપી હતી, જેમાં તે કહી રહ્યો છે કે, તેને બીફ ખાવાનું પસંદ છે.
રણબીરે કહ્યું, હું મટન, પાયા અને બીફખાવાનો શોખીન છું. બીફ મારું ફેવરિટ છે. જે બાદ તેની ફિલ્મ અને અભિનેતાનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે.
|
વીડિયો ઝડપથી થઇ રહ્યો છે વાયરલ
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોકે, વન ઈન્ડિયા આ વીડિયોની પુષ્ટિ કરતું નથી, પરંતુ યુઝર્સ પોતપોતાની રીતે અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મ પર ટિપ્પણી કરતા કહ્યુંહતું કે, જે લોકો ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે તેઓ બ્રહ્માસ્ત્ર, શું તેનો અર્થ પણ જાણે છે?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
