Avatar The Way Of Water : અવતાર 2 નું એડવાન્સ બુકિંગ શરૂ, દિવસ-રાત ચાલશે શો
વર્તમાન સમયમાં મોસ્ટ અવેઇટિંગ ફિલ્મ જો કોઇ હોય તો તે છે હોલીવુડ ફિલ્મ અવતાર ધ વે ઓફ વોટર. 16 ડિસેમ્બરના રોજ આ ફિલ્મ રીલિઝ થવા જઇ રહી છે.
વર્તમાન સમયમાં મોસ્ટ અવેઇટિંગ ફિલ્મ જો કોઇ હોય તો તે છે હોલીવુડ ફિલ્મ અવતાર ધ વે ઓફ વોટર. 16 ડિસેમ્બરના રોજ આ ફિલ્મ રીલિઝ થવા જઇ રહી છે. ત્યારે આ ફિલ્મના ક્રેઝને ધ્યાનમાં રાખીને આજથી એડવાન્સ બુકિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે. આ સાથે આ ફિલ્મ 24 કલાક દેખાડવામાં આવશે. તાજેતરમાં આ ફિલ્મનું નવું ટ્રેલર પણ લોન્ચ કરવામાં આવ્યું છે.

હોલીવુડની સૌથી સફળ ફિલ્મોમાંથી એક 'અવતાર' વર્ષ 2009માં પણ ઓસ્કાર જીતી ચૂકી છે. જેમ્સ કેમરૂનની 'અવતારઃ ધ વે ઓફ વોટર'ના ચાહકો છેલ્લા 13 વર્ષથી રાહ જોઈ રહ્યા છે. 'અવતાર 2' ના એડવાન્સ બુકિંગની સાથે જ ફિલ્મનું જબરદસ્ત ટ્રેલર પણ લોન્ચ કરવામાં આવ્યું છે. આવા સમયે 'અવતાર 2' ના પાત્રોના જુદા જુદા પોસ્ટર પણ આગલા દિવસે રિલીઝ કરવામાં આવ્યા હતા.
'અવતારઃ ધ વે ઓફ વોટર' 16 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં આવવાની છે અને તેનું એડવાન્સ બુકિંગ આજે દેશભરમાં ખુલી ગયું છે. આ ફિલ્મ હિન્દી, અંગ્રેજી, મલયાલમ, તમિલ, કન્નડ અને તેલુગુમાં રિલીઝ થશે. આવા સમયે ફિલ્મ દેશભરના પસંદગીના સિનેમા હોલમાં 24 કલાક માટે પ્રદર્શિત કરવામાં આવશે, જેનો પ્રથમ શો મધ્યરાત્રિ 12 કલાકે શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે, 'અવતાર 2' નું ડિરેક્શન જેમ્સ કેમરન દ્વારા સંભાળવામાં આવ્યું છે અને તેને 20મી સેન્ચ્યુરી સ્ટુડિયો દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. અવતાર ફ્રેન્ચાઈઝીની પહેલી ફિલ્મ 2009માં આવી હતી, જેણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ વખતે ફિલ્મમાં 'ટાઈટેનિક' ફેમ કેટ વિન્સલેટ, ક્લિફ કર્ટિસ સહિત અન્ય ઘણા સ્ટાર્સ પણ જોવા મળવાના છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
