અવતાર 2 એ તોડ્યા કમાણીના રેકોર્ડ, દ્રશ્યમ 2એ પણ કરી સારી કમાણી
અવતાર 2ને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. આ સાથે આ ફિલ્મ બોક્સ ઓફિસમાં એક બાદ એક રેકોર્ડ તોડી રહી છે.
બોક્સ ઓફિસ પર ગત શુક્રવારના રોજ હોલીવુડની મોસ્ટ અ વેઇટિંગ ફિલ્મ અવતાર ધ વે ઓફ વોટર રિલિઝ થઇ હતી. જેમ્સ કેમરૂનના ડાયરેક્શન બનેલી ફિલ્મ દ્વારા એક નવી કાલ્પનિક દુનિયાની સફર કરાવી હતી. જેના 13 વર્ષના લાંબી રાહ જોવડાવ્યા બાદ જેમ્સ હવે અવતારનો બીજો ભાગ લઇને આવ્યા છે. અવતાર 2ને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. આ સાથે આ ફિલ્મ બોક્સ ઓફિસમાં એક બાદ એક રેકોર્ડ તોડી રહી છે.

અવતાર 2
જેમ્સ કેમરૂન દ્વારા નિર્દેશિત સાયન્સ ફિક્શન ફિલ્મ 'અવતાર' નો બીજો ભાગ, 'અવતાર ધ વે ઓફ વોટર' વર્તમાન દિવસોમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહ્યો છે.
શરૂઆતના દિવસે શ્રેષ્ઠ કમાણી કરનારી આ ફિલ્મે રિલિઝના માત્ર બે દિવસમાં જ ભારતમાં તેમજ સમગ્ર વિશ્વમાં અનેક રેકોર્ડ તોડી રહી છે. ભારતમાં આ ફિલ્મે માત્ર બે દિવસમાં 100 કરોડ રૂપિયાનો બિઝનેસ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.
આવા સમયે, આ ફિલ્મના ત્રીજા દિવસે એટલે કે રવિવારે, તેણે કમાણીના નવા સ્તરને સ્પર્શ કર્યો છે. રજાનો પૂરો લાભ ઉઠાવતા, 'અવતાર 2' એ રવિવારના રોજ 46.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે. આવી સ્થિતિમાં તેની કુલ કમાણી 132.95 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

દ્રશ્યમ 2
બોલીવુડના શ્રેષ્ઠ અભિનેતા અજય દેવગનની આ વર્ષની સફળ અને શાનદાર ફિલ્મ 'દ્રશ્યમ 2' ની કમાણીનો ગ્રાફ હજૂ પણ વધી રહ્યો છે.
સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છેલ્લા ચાર અઠવાડિયાથી થિયેટરોમાં રાજ કરી રહી હતી. હવે જ્યાં 'અવતાર 2' એ બોક્સ ઓફિસ પર સૌથી વધુકમાણી કરનારી ફિલ્મની ખુરશી પર કબ્જો જમાવ્યો છે, ત્યાં 'દ્રશ્યમ 2' હજૂ પણ કરોડોની કમાણી કરી રહી છે. ફિલ્મે તેના ચોથા રવિવારેફરી એકવાર સારું પ્રદર્શન કર્યું છે.
અજય દેવગનની આ ફિલ્મ દરરોજ લોકોને આશ્ચર્યમાં મૂકી રહી છે. પ્રારંભિક આંકડાઓઅનુસાર, 'દ્રશ્યમ 2' એ લગભગ રવિવારના રોજ 2.60 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

સલામ વેન્કી
કાજોલ અને વિશાલ જેઠવાની ફિલ્મ 'સલામ વેન્કી' હવે 'અવતાર 2' અને 'દ્રશ્યમ 2' ના આભામાં દબાઇ ગઈ છે. વિવેચકો તરફથી સકારાત્મક સમીક્ષાઓ મળવા છતાં ફિલ્મને દર્શકો તરફથી બહુ પ્રેમ મળ્યો નથી. આ ફિલ્મે શરૂઆતના દિવસથી જ લાખોની કમાણી કરી હતી અને હવે આ ફિલ્મનું કલેક્શન અટકી ગયું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
