બાળકના પિતાનું નામ પૂછતા નુસરત જહાંએ આપ્યો આવો જવાબ
અભિનયથી રાજનીતિની દુનિયામાં પ્રવેશ કરનારી નુસરત જહાં ગત મહિને એક બાળકની માતા બની હતી. માતા બન્યા બાદ તે પહેલી વખત લોકો સામે આવી હતી. નુસરત જહાં કોલકાતામાં સલૂનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચી હતી.
કોલકાતા : અભિનયથી રાજનીતિની દુનિયામાં પ્રવેશ કરનારી નુસરત જહાં ગત મહિને એક બાળકની માતા બની હતી. માતા બન્યા બાદ તે પહેલી વખત લોકો સામે આવી હતી. નુસરત જહાં કોલકાતામાં સલૂનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચી હતી. આ દરમિયાન નુસરતને તેના પતિનું નામ પૂછવામાં આવ્યું પરંતુ, આ સવાલ બાદ નુસરત ગુસ્સે થઈ ગઈ. નુસરત તેના અંગત જીવનને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે.


પિતાનું નામ પૂછતાં નુસરત થઇ ગુસ્સે
આ ઉદ્ધાટન કાર્યક્રમ દરમિયાન જ્યારે નુસરત જહાંને પૂછવામાં આવ્યું કે, તમારા પતિનું નામ શું છે, તો નુસરતે ગુસ્સામાં કહ્યું કે, આ એક ખૂબ જ વિચિત્ર પ્રશ્ન છે, એકમહિલાને આ પ્રશ્ન પૂછવો તેના ચરિત્ર પર કિચડ ઉછાળવા જેવું છે, કે તેના બાળકનો પિતા કોણ છે. તેના પિતા જાણે છે કે, તે તેના પિતા છે અને અમે બંને બાળકનીસારી સંભાળ લઈ રહ્યા છીએ. હું અને યશ સારો સમય પસાર કરી રહ્યા છીએ.

દીકરાની પહેલી ઝલક અંગે આપ્યો જવાબ
જ્યારે નુસરત જહાંને પૂછવામાં આવ્યું કે, શું તમે દીકરાની પહેલી ઝલક બતાવશો, તો તેમણે કહ્યું કે, તમારે બાળકના પિતાને પૂછવું જોઈએ, તે કોઈને પોતાનું બાળકજોવા દેવા માંગતા નથી. મારો દીકરો એકદમ ઠીક છે, અત્યારે હું કોઈ પણ પ્રકારનો આહાર આપતી નથી કારણ કે, તેનું ફિંડિંગ(સ્તનપાન) શરૂ છે. ઉલ્લેખનીય છે કે,નુસરતે 26 ઓગસ્ટના રોજ પુત્રને જન્મ આપ્યો હતો.

યશ દાસગુપ્તા સાથે સંબંધના સમાચાર
માતા બન્યા બાદ જ્યારે નુસરત જહાંને કોલકાતાની ભાગીરથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, ત્યારે અહેવાલ આવ્યો હતો કે, તેનો કથિત બોયફ્રેન્ડ યશદાસગુપ્તા બાળક સાથે કારમાં બેઠો હતો. યશે તેના ચાહકો સાથે ખુશખબર પણ શેર કરી હતી કે, નુસરત માતા બની છે. તેમણે કહ્યું હતું કે, જે લોકો નુસરતના સ્વાસ્થ્યવિશે પૂછતા હતા, તેમને જણાવી દઈએ કે, બાળક અને માતા બંને સ્વસ્થ છે.

નિખિલ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ હવે વિવાદ થયો છે
ઉલ્લેખનીય છે કે, નુસરત જહાંએ વર્ષ 2019માં તુર્કીમાં ઉદ્યોગપતિ નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ બાદમાં તેમણે કહ્યું કે, ભારતીય કાયદા મુજબ તેમના લગ્નઅમાન્ય છે, આ લગ્નને માત્ર લિવ-ઇન રિલેશનશિપ તરીકે માન્યતા આપી શકાય છે. રસપ્રદ બાબત એ છે કે, જ્યારે નુસરત જહાં માતા બની, ત્યારે નિખિલે બંને વચ્ચેઝઘડા છતાં તેને અભિનંદન આપ્યા હતા અને તેણે કહ્યું હતું કે, હું બાળકના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું.

જાહેર કર્યું પુત્રનું નામ
TMC સાંસદ જણાવે છે કે, માતૃત્વની સારી લાગણી ધરાવે છે. તે એક નવું જીવન છે, એવું લાગે છે કે, તે એક નવી શરૂઆત છે. નુસરતે જણાવ્યું કે, તેના દીકરાનુંનામ યશાન છે. ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે નુસરતે તેના નવા લૂકની તસવીર લોકો સાથે શેર કરી હતી. ફોટો શેર કરતી વખતે તેણે કેપ્શન ક્રેડિટ ડેડીને આપીહતી. આ સાથે તેણે લખ્યું હતું કે, તે એવા લોકો પાસેથી સૂચનો લેતી નથી, જેમની ટીકા પણ તેને માન્ય નથી.












Click it and Unblock the Notifications
