Ashish Vidyarthi Wedding : એક્ટરે કર્યા 60 વર્ષની ઉંમરે લગ્ન, આ વિલન ચડ્યો ઘોડી

Ashish Vidyarthi Wedding : ઘણી ફિલ્મોમાં વિલનનો રોલ નિભાવનારા મશહુર એક્ટર આશિષ વિદ્યાર્થીએ 60 વર્ષની ઉંમરની વર્ષે લગ્ન કર્યા છે. આશિષ વિદ્યાર્થીએ આસામની રહેવાસી રૂપાલી બરૂઆ સાથે કોર્ટ મેરેજ કર્યા છે.

એક્ટરના આ બીજા લગ્ન છે. આ લગ્નમાં માત્ર નજીકના સંબંધીઓને જ આમંત્રણ અપાયું હતું. ટૂંક સમયમાં એક્ટર રિસેપ્શન પાર્ટી અને બાકીના લોકોને પોતાની ખુશીમાં સામેલ કરશે.

Ashish Vidyarthi Wedding

આશિષ વિદ્યાર્થીએ રૂપાલી બરુહા સાથે કોલકાતામાં લગ્ન કર્યા હતા. આશિષની બોલીવુડમાં એક ખાસ ઓળખ છે, તો બીજી તરફ તેની દુલ્હન રૂપાલી બરુઆ આસામમાં ફેશન ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. રૂપાલી ગુવાહાટીની રહેવાસી છે અને તેનો ફેશન સ્ટોર કોલકાતામાં છે.

લગ્ન પછી આશિષ વિદ્યાર્થિએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, જીવનના આ તબક્કે લગ્ન કરવું એ એક અસાધારણ લાગણી જેવું લાગે છે. અમે સવારે કોર્ટ મેરેજ કર્યા છે અને સાંજે ગેટ-ટુગેધર કરીશું.

પોતાની લવ સ્ટોરી વિશે વાત કરતા આશિષે જણાવ્યું હતું કે, આ એક લાંબી સ્ટોરી છે અને તેના વિશે કોઈ અન્ય સમયે વાત કરીશું. જ્યારે લગ્નને લઈને નવી પરણેલી દુલ્હન રૂપાલીએ જણાવ્યું હતું કે, અમે થોડા સમય પહેલા મળ્યા હતા અને સંબંધને આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X