આર્યન ખાને મળ્યું જાવેદ અખ્તરનું સમર્થન, કહ્યું - હાઈપ્રોફાઈલ હોવાની કિંમત ચૂકવવી પડશે
જાવેદ અખ્તરે મંગળવારના રોજ જણાવ્યું હતું કે, હિન્દી ફિલ્મ ઉદ્યોગ તેની "હાઇ પ્રોફાઇલ" પ્રકૃતિને કારણે તપાસ હેઠળ છે અને તેને તેની "કિંમત" ચૂકવવી પડશે.
મુંબઈ : બોલિવૂડ ફિલ્મ લેખક અને ગીતકાર જાવેદ અખ્તર પણ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની તરફેણમાં આવ્યા છે. જાવેદ અખ્તરે મંગળવારના રોજ જણાવ્યું હતું કે, હિન્દી ફિલ્મ ઉદ્યોગ તેની "હાઇ પ્રોફાઇલ" પ્રકૃતિને કારણે તપાસ હેઠળ છે અને તેને તેની "કિંમત" ચૂકવવી પડશે.

અનુભવી લેખકનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે શાહરૂખ ખાનના પુત્ર આર્યનની ડ્રગ્સ કેસમાં ધરપકડ થયા બાદ બોલિવૂડ અને તેની સેલિબ્રિટીનું નવી રીતે ધ્યાન ખેંચાઈ રહ્યું છે.

તમે કંઈ જ નથી, તો તમારા પર પથ્થર ફેંકવાનો સમય પણ કોની પાસે છે?
જાવેદ અખ્તરને પૂછવામાં આવ્યું કે, શું તેમને લાગે છે કે બોલીવુડ સ્ટાર્સને નિયમિત રીતે રેડ કરીને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેના જવાબમાં અખ્તરે જણાવ્યું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી હાઇ પ્રોફાઇલ હોવા માટે ચૂકવણી કરે છે. જ્યારે તમે હાઇ પ્રોફાઇલ હોવ છો, તો લોકો તમને નીચે ખેંચીને તમારા પર કાદવ ફેંકવામાં આનંદનો અનુભવ કરે છે. જો તમે કંઈ જ નથી, તો તમારા પર પથ્થર ફેંકવાનો સમય પણ કોની પાસે છે?

"ચેન્જમેકર્સ" પુસ્તકના વિમોચન પ્રસંગે બોલ્યા જાવેદ અખ્તર
જાવેદ અખ્તર, અલમાસ વિરાણી અને સ્વેતા સમોતા દ્વારા "ચેન્જમેકર્સ" પુસ્તકના વિમોચન પ્રસંગે બોલી રહ્યા હતા. 23 વર્ષીય આર્યન ખાનની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા 3 ઓક્ટોબરના રોજ મુંબઈ કિનારે ક્રુઝ શિપમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

બંદર પર 1 બિલિયન ડોલરની કિંમતની કોકેન જપ્ત કરવા અંગે કોઈ હેડલાઈન જોઈ નથી
આર્યનનું નામ લીધા વગર જાવેદ અખ્તરે જણાવ્યું હતું કે, મેં બંદર પર 1 બિલિયન ડોલરની કિંમતની કોકેન જપ્ત કરવા અંગે કોઈ હેડલાઈન જોઈ નથી, પરંતુ 1.30 લાખની કિંમતના ચરસ અથવા ગાંજાની જપ્તી રાષ્ટ્રીય સમાચાર બની ગયા છે. જ્યારે જાવેદ અખ્તરને પૂછવામાં આવ્યું કે, શું તેમને લાગે છે કે, શાહરૂખ ખાન અને આર્યન ખાનને ટારગેટ કરવામાં આવી રહ્યા છે, તો અખ્તરે વિસ્તૃત માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
