Ajay Devgn Accident: બોલીવુડ એક્ટર અજય દેવગનને નડ્યો અકસ્માત, આંખમાં થઇ ગંભીર ઇજા
Ajay Devgn Accident: બોલીવુડ એક્ટર અજય દેવગનને લઇને એક મોટા સમાચાર સામે આવી રહી છે. સમાચાર છે કે, અજય દેવગનને સિંઘમ અગેઇનની શુટિંગ દરમિયાન ગંભીર ઈજાઓ પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, અજય દેવગન છેલ્લા કેટલાક સમયથી પોતાની અપકમિંગ ફિલ્મ સિંઘમ અગેઇનની શુટિંગમાં વ્યસ્ત છે.
તાજેતરમાં સિંઘમ અગેઇન ફિલ્મનું એક પોસ્ટર શેર કરીને, તેમણે ચાહકોને ફિલ્મમાં તેના એક્શનથી ભરપૂર અવતારની ઝલક પણ આપી હતી. હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, સિંઘમ અગેઇન ફિલ્મના એક સીનનું શૂટિંગ કરતી વખતે એક્ટર ખરાબ રીતે ઘાયલ થયો છે.

અજય દેવગન ગંભીર રીતે ઘાયલ - મિડ-ડેના રિપોર્ટ પ્રમાણે, અજય દેવગન બોલીવુડના ફેમસ ડિરેક્ટર રોહિત શેટ્ટી અને તેની ટીમ સાથે વિલે પાર્લેમાં ફિલ્મ સિંઘમ અગેઇન માટે શૂટિંગ કરી રહ્યો હતો. અજય દેવગન એક લડાયક સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યો હતો, ત્યારે આકસ્મિક રીતે અભિનેતાના ચહેરા પર ફટકો વાગી ગયો, જેના કારણે તેની આંખમાં ઈજા થઈ હતી.
શૂટિંગ દરમિયાન અજય દેવગનની આંખમાં થઈ ઈજા - મળતી માહિતી મુજબ, ઈજા બાદ અજય દેવગને થોડા કલાકો માટે બ્રેક લીધો હતો અને ડૉક્ટર દ્વારા તેની સારવાર પણ કરવામાં આવી હતી. આ સમય દરમિયાન રોહિત શેટ્ટીએ કામ પર અસર પડવા ન દીધી અને બાકીના સીન્સનું શૂટિંગ અજય દેવગન વિના ચાલુ રાખ્યું. બાદમાં, અજય થોડો સ્વસ્થ થયા પછી તેણે ફરીથી શૂટિંગ શરૂ કર્યું હતું.
સિંઘમ અગેઇનમાં અજય દેવગનનો રોલ - રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ સિંઘમ અગેઇન સિંઘમ ફ્રેન્ચાઇઝીનો ત્રીજો ભાગ છે. આ ફિલ્મમાં અજય દેવગન લીડ હીરો તરીકે જોવા મળશે. ફિલ્મમાં અક્ષય કુમાર, કરીના કપૂર ખાન, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય શિલ્પા શેટ્ટી અને ટાઈગર શ્રોફ પણ સિંઘમ અગેઇનમાં કેમિયો રોલમાં જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2024માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
