અક્ષયના ફેન્સ માટે સારા સમાચાર, કોરોના કાળમાં આટલી ફિલ્મો પુરી કરી ચુક્યો છે અક્ષય કુમાર!
અક્ષય કુમાર પાસે હાલમાં એક ડઝનથી વધુ ફિલ્મો છે. તેની ફિલ્મ 'બેલ બોટમ' આવતા અઠવાડિયે થિયેટરોમાં રિલીઝ થવાની છે, તે પોતાની આગામી ફિલ્મોમાં સતત વ્યસ્ત છે.
અક્ષય કુમાર પાસે હાલમાં એક ડઝનથી વધુ ફિલ્મો છે. તેની ફિલ્મ 'બેલ બોટમ' આવતા અઠવાડિયે થિયેટરોમાં રિલીઝ થવાની છે, તે પોતાની આગામી ફિલ્મોમાં સતત વ્યસ્ત છે. તાજેતરમાં, અક્ષય કુમારે ખુલાસો કર્યો કે તેણે કોવિડ 19 ની શરૂઆતથી 5 ફિલ્મોનું શૂટિંગ પૂરું કર્યું છે. અક્ષયે કહ્યું કે, "જો મને સારી સ્ક્રિપ્ટ મળે તો હું ફિલ્મ માટે હા કરું છું. હું સારી વાર્તાઓ ચૂકી જવા માંગતો નથી. હું સમજું છું કે કોઈ નિર્માતા કોઈ અભિનેતાની રાહ જોવા માંગતો નથી. ખાસ કરીને ઓટીટીના આ સમયમાં મારે રોકાવું જોઈએ. સ્ટાર પાવર દેખાડવાનું બંધ કરવુ જોઈએ. બધું સ્ક્રિપ્ટ પર આધાર રાખે છે." અક્ષય કુમારે 2020 માં કોવિડને કારણે લોકડાઉન બાદ ઓગસ્ટમાં લોકડાઉન ખોલતાની સાથે જ ફિલ્મોનું શૂટિંગ શરૂ કર્યું હતું. તેણે પહેલા બેલ બોટમ પૂરી કરી, ત્યારબાદ બચ્ચન પાંડે અને અતરંગી રે. બીજી તરફ પૃથ્વીરાજનું કેટલુક શૂટિંગ કરવામાં આવ્યું છે અને રક્ષા બંધન પણ ફ્લોર પર આવી ગઈ છે.

બેલ બોટમ
બેલ બોટમ 19 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થવાની છે. રણજીત તિવારી દ્વારા નિર્દેશિત આ એક થ્રિલર ફિલ્મ છે. અક્ષય કુમાર સાથે વાણી કપૂર, હુમા કુરેશી, લારા દત્તા અને આદિલ હુસૈન આ ફિલ્મમાં જોવા મળશે.

સૂર્યવંશી
રોહિત શેટ્ટીની આ ફિલ્મની રિલીઝ ડેટની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. કેટરીના કૈફ સૂર્યવંશીમાં અક્ષય કુમારની સામે જોવા મળશે. જ્યારે અજય દેવગન અને રણવીર સિંહ કેમિયોમાં છે.

અતરંગી રે
આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું છે. ફિલ્મમાં અક્ષય કુમાર સાથે ધનુષ અને સારા અલી ખાન જોવા મળશે. હાલમાં તેની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી.

પૃથ્વીરાજ
દિગ્દર્શક ચંદ્રપ્રકાશ દ્વિવેદીની ફિલ્મ પૃથ્વીરાજ 5 નવેમ્બર 2021 એટલે કે દિવાળીએ રિલીઝ થવાની છે. જો કે તે 2022 સુધી લંબાઈ શકે છે. ફિલ્મમાં અક્ષય કુમાર સાથે માનુષી છિલ્લર જોવા મળશે.

બચ્ચન પાંડે
બચ્ચન પાંડે 26 જાન્યુઆરી 2022 ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ સાજીદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે, જ્યારે ફરહાદ સામજી તેને ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં અક્ષય સાથે કૃતિ સેનન, જેક્લીન, અરશદ વારસી અને પંકજ ત્રિપાઠી જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું છે.

રક્ષાબંધન
આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત, આ ઈમોશનલ ડ્રામા ફ્લોર પર આવી ગઈ છે. ફિલ્મમાં અક્ષય કુમાર સાથે ભૂમિ પેડણેકર જોવા મળશે. હિમાંશુ શર્માએ આ ફિલ્મ લખી છે. જ્યારે આનંદ એલ રાય અને અક્ષય કુમારની બહેન અલકા તેને પ્રોડ્યુસ કરી રહ્યા છે.

રામ સેતુ
આ ફિલ્મ પણ ફ્લોર પર છે. રામ સેતુનું નિર્દેશન અભિષેક શર્મા કરે છે અને ક્રિએટિવ પ્રોડ્યુસર ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદી છે. ફિલ્મમાં અક્ષય કુમાર સાથે જેકલીન ફર્નાન્ડીઝ અને નુસરત ભરૂચા જોવા મળશે.

પ્રિયદર્શન સાથેની ફિલ્મ
પ્રિયદર્શને કહ્યું, આ ફિલ્મ કોમેડી અને ઈમોશનથી બનેલી હશે. તમે કહી શકો છો કે ફિલ્મનો 70 ટકા ભાગ કોમેડી હશે અને 30 ટકા ક્લાઇમેક્સ ઈમોશનલ હશે.

મિશન સિન્ડ્રેલા
બેલ બોટમના નિર્દેશક રણજીત તિવારી આ ક્રાઈમ થ્રીલર ફિલ્મની હિન્દી રિમેક બનાવવા જઈ રહ્યા છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને રકુલ પ્રીત સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અહેવાલો અનુસાર, હિન્દી રિમેકનું શીર્ષક આપવામાં આવ્યું છે મિશન સિન્ડ્રેલા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
