ગિપ્પી ફર્સ્ટુ લુક : કૅમેરાનો અનુભવ નથી રિયા વિજને
મુંબઈ, 1 એપ્રિલ : જાણીતા ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક કરણ જૌહરની ફિલ્મ ગિપ્પી બાળકો પર આધારિત ફિલ્મ છે. સોનમ નાયરના દિગ્દર્શન હેઠલ કરણ જૌહર આ ફિલ્મ બનાવી રહ્યાં છે. ફિલ્મની ખાસિયત એ છે કે તેની હીરોઇનની ઉંમર માત્ર તેર વરસ છે.

બાળકો પર આધારિત ફિલ્મો આમિર ખાનની તારે ઝમીં પર, અમોલ ગુપ્તેની સ્ટેનલી કા ડિબ્બા અને ચિલ્લર પાર્ટીની સફળતાને જોઈ કરણ જૌહર આ સાહસ કરી રહ્યાં છે. ધર્મા પ્રોડક્શનના બૅનર હેઠળ બનતી ગિપ્પી ફિલ્મ દ્વારા સોનમ નાયર પણ દિગ્દર્શક તરીકે બૉલીવુડમાં પ્રવેશ કરશે. ગિપ્પીનો રોલ 13 વર્ષીય રિયા વિજ કરવાનાં છે. સોનમ નાયરે અનેક શહેરોમાં બાળકોનું ઑડિશન કર્યા બાદ રિયાને ફાઇનલ કરી છે. ગિપ્પી ફિલ્મનો ફર્સ્ટ લુક લૉન્ચ થઈ ગયો છે.
જોકે રિયા વિજને કૅમેરાનો કોઈ અનુભવ નથી. તેમણે ટેલીવિઝન ઉપર પણ કોઈ કૉમર્સિયલ જાહેરાત કરી નથી. બીજી બાજુ સોનમ નાયર વેકઅપ સિડના નિર્માણ દરમિયાન અયાન મુખર્જીના સહાયક દિગ્દર્શક રહી ચુક્યાં છે. તેઓ ધર્મા પ્રોડક્શન હાઉસના પ્રથમ મહિલા દિગ્દર્શક છે. ફિલ્મનું શૂટિંગ શિમલાની એક સ્કલમાં થવાની છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
