ગદર 2નું મોશન પોસ્ટર રિલીઝ, સની દેઓલ અને અમીષા પટેલે ફિલ્મ વિશે કહી આ વાત
વર્ષ 2001ની સુપરહિટ ફિલ્મ 'ગદર : એક પ્રેમ કથા' ની સિક્વલ બનવા જઈ રહી છે. ગદર માં મુખ્ય ભૂમિકા ભજવનાર સની દેઓલ અને અમીષા પટેલ પણ ગદર 2 માં જોવા મળશે. આ ફિલ્મનું મોશન પોસ્ટર શુક્રવારના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે.
મુંબઈ : વર્ષ 2001ની સુપરહિટ ફિલ્મ 'ગદર : એક પ્રેમ કથા' ની સિક્વલ બનવા જઈ રહી છે. ગદર માં મુખ્ય ભૂમિકા ભજવનાર સની દેઓલ અને અમીષા પટેલ પણ ગદર 2 માં જોવા મળશે. આ ફિલ્મનું મોશન પોસ્ટર શુક્રવારના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે. અમીષા પટેલ, સની દેઓલ અને નિર્દેશક અનિલ શર્માએ 'ગદર 2'નું મોશન પોસ્ટર પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે.

|
સની અને અમીષાએ કહ્યું - 20 વર્ષની પ્રતીક્ષાનો અંત
સન્ની દેઓલ, અનિલ શર્મા અને અમીષા પટેલે પોતપોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરતા લખ્યું - દશેરાના અવસર પર ભારતીયસિનેમામાં અત્યાર સુધીની સૌથી મોટી સિક્વલની જાહેરાત સાથે અમારી બે દાયકાની પ્રતીક્ષાનો અંત આવ્યો છે.
|
ગુરૂવારે જ કર્યો હતો ઇશારો
સની દેઓલ અને અનિલ શર્માએ ગુરુવારના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટર પણ શેર કર્યું હતું. જેમાં તેણે લખ્યું હતું કે, 'The Katha Continue' તેમજતેણે લખ્યું 'શું તમે આ વર્ષની સૌથી મોટી જાહેરાત માટે તૈયાર છો? જાણવા માટે કાલે સવારે 11 કલાકે તેના ટ્વીટ પર વિઝિટ કરો.
જે બાદ આજે ફિલ્મની જાહેરાતકરવામાં આવી છે. સન્ની દેઓલ અને અમીષા પટેલના પુત્રની ભૂમિકા ભજવનાર ઉત્કર્ષ શર્મા પણ ગદરમાં જોવા મળશે. અનિલ શર્મા ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે.

સુપરહિટ હતી ગદર
ગદર વર્ષ 2001 ની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક હતી. આ ફિલ્મની વાર્તા 1947માં ભારતના ભાગલા પર આધારિત હતી. સકીના (અમીષા પટેલ) અને તારા (સનીદેઓલ) ભાગલામાં અલગ થઈ ગયા. આ ફિલ્મે તે સમયે કમાણીના રેકોર્ડ બનાવ્યા હતા, ત્યારે ફિલ્મના ગીતો પણ લોકોને ખૂબ ગમ્યા હતા.
આવી સ્થિતિમાં જ્યારેફિલ્મની સિક્વલની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે લોકોને તેની પાસેથી ઘણી આશાઓ હશે.

સની દેઓલની આગામી ફિલ્મો
સની દેઓલની આગાની ફિલ્મોમાં અપને 2, ચિયર્સ - સેલિબ્રેટ લાઇફ, ચૂપ અને ગદર 2 નો સમાવેશ થાય છે. જેમાં અપને 2 અને ચિયર્સ - સેલિબ્રેટ લાઇફ નવેમ્બરમાંરિલિઝ થશે. જ્યારે ચૂપ માટે દર્શકોએ હજૂ 2022ની રાહ જોવી પડશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
