અલ્લૂ અર્જૂનની 6 વર્ષની લાડલીએ બનાવી બાપ્પાની ઈકો ફેન્ડલી મૂર્તિ, નાની અરહાના ટેલેન્ટે જીત્યુ ફેન્સનુ દિલ
Allu Arjun Daughter Video: દેશમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવારના અવસર પર બૉલિવુડના ઘણા સ્ટાર્સ પણ સેલિબ્રેશનની તૈયારીઓમાં લાગેલા છે. સાઉથના સુપરસ્ટાર અલ્લૂ અર્જુનની 6 વર્ષની દીકરી અરહાએ પણ ગણેશ ચતુર્થી પહેલા પોતાના હાથથી ગણપતિ બાપ્પાની મૂર્તિ બનાવી છે.
ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. આ દિવસને ખાસ રીતે ઉજવવા માટે, દક્ષિણ અભિનેતા અલ્લૂ અર્જુનની પુત્રી અરહાએ ગણપતિ બાપ્પાની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિ બનાવી. જેનો વીડિયો અભિનેતાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. થોડા જ કલાકોમાં અરહાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.

અરહા દ્વારા બનાવવામાં આવેલી ભગવાન ગણેશની મૂર્તિ ખરેખર ખૂબ જ સુંદર છે. 6 વર્ષની ઉંમરે તેની પ્રતિભા જોઈને ચાહકો અભિનેતાની પુત્રીના વખાણ કરતા થાકતા નથી. તમને જણાવી દઈએ કે અરહા પણ તેના પિતાની જેમ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. જ્યારે પણ અલ્લૂ અર્જુન તેની પુત્રી સાથેનો વીડિયો શેર કરે છે, ત્યારે અરહા તેની તોફાની હરકતોથી ચાહકોનું ધ્યાન ખેંચે છે.
તમને જણાવી દઈએ કે પિતા અલ્લુ અર્જુનની જેમ અરહા પણ એક શાનદાર અભિનેત્રી છે. તેણે સામંથા રૂથ પ્રભુ અભિનીત ફિલ્મ 'શંકુતલમ'માં કામ કર્યું હતું. જેમાં તેણે પોતાની શાનદાર અભિનયથી ચાહકોના દિલ જીતી લીધા હતા. નાની ઉંમરમાં અરહાની પ્રતિભા જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. જો કે આ પહેલીવાર નથી, આ પહેલા પણ અરહા પોતાના ટેલેન્ટથી ફેન્સને પ્રભાવિત કરી ચૂકી છે.
અલ્લૂ અર્જુનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે ખૂબ જ ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ'માં જોવા મળશે. તમને જણાવી દઈએ કે વર્ષ 2021માં રિલીઝ થયેલી ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઈઝ' સુપરહિટ રહી હતી. આ એ જ 'પુષ્પા 2: ધ રૂલ'ની સિક્વલ છે. આ ફિલ્મ 15 ઓગસ્ટ 2024ના રોજ રીલિઝ થશે. તાજેતરમાં જ આ ફિલ્મ માટે અભિનેતાને નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
