ગંદી બાતની બોલ્ડ એક્ટ્રેસ ગહના વશિષ્ઠની ધરપકડ, એડલ્ટ વીડિયો અપલોડ કરવાનો આરોપ
ગંદી બાતની બોલ્ડ એક્ટ્રેસ ગહના વશિષ્ઠની ધરપકડ, એડલ્ટ વીડિયો અપલોડ કરવાનો આરોપ
મુંબઈ પોલીસે અભિનેત્રી ગહના વશિષ્ઠને એડલ્ટ વીડિયોનું શૂટિંગ અને તેને વેબસાઈટ પર અપલોડ કરવાના આરોપસર ધરપકડ કરી લીધી છે. ગહના વશિષ્ઠની ક્રાઈમ બ્રાંચની પ્રોપર્ટી સેલે ધરપકડ કરી છે. ગહનાને આજે મુંબઈ કોર્ટમાં હાજર કરવમાં આવી શકે છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગહના વશિષ્ઠે 87 એડલ્ટ વીડિયો શૂટ કરાવ્યા અને તેને પોતાની વેબસાઈટ પર અપલોડ કર્યા છે, જે જોવા માટે સબ્સક્રીપ્શનની જરૂરત હોય છે. જે લોકોએ ચેનલને સબ્સક્રાઈબ કરાવ્યું છે તેમણે આના માટે 2000 રૂપિયા આપ્યા છે અને એ લોકો આવા વીડિયો જોઈ શકે છે.

મુંબઈ પોલીસ મુજબ ત્રણ લોકોએ ફરિયાદ નોંધાવી હતી કે કેવી રીતે તેમને એડલ્ટ ફિલ્મમાં કામ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા. પાછલા વર્ષે નવેમ્બર મહિનામાં ગહના વશિષ્ઠને હાર્ટ અટેક આવ્યો હતો, જે બાદ શૂટિંગ દરમ્યાન તેમને હોસ્પિટલે દાખલ કરાવવી પડી હતી. જણાવી દઈએ કે ગહના વશિષ્ઠ એવા સમયે લોકપ્રિય થઈ જ્યારે અલ્ટ બાલાજીની વેબ સીરિઝ ગંદી બાતમાં તેના બોલ્ડ અવતારને લોકોએ જોયો. આ સીરિઝ દ્વારા ગહના ચર્ચામાં આવી. ગહના વશિષ્ઠે પોતાની એક મોબાઈલ એપ લોન્ચ કરી, જ્યાં તે પોતાના બોલ્ડ વીડિયો અપલોડ કરતી રહે છે.
જણાવી દઈએ કે ગહના વશિષ્ઠનું અસલી નામ વંદના તિવારી છે. તેનો જન્મ 16 જૂન 1988ના રોજ થયો હતો. ગહનાએ કેટલીય એડ ફિલ્મ અને બ્રાન્ડ માટે કામ કર્યું છે. તે મિસ એશિય બિકિની પણ રહી ચૂકી છે. તેમણે હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત અલ્ટ બાલાજીની વેબ સિરીઝ ગંદી બાતની સીઝન 3માં પણ તેણે કામ કર્યું છે. ગહના એમટીવી પર ટ્રૂ લાઈફ નામના કાર્યક્રમની વીજે પણ રહી ચૂકી છે. આ ઉપરાંત ક્રિકેટ વર્લ્ડ કપ 2015માં એવા સમયે ગહના ચર્ચામાં આવી હતી જ્યારે તેને યોગરાજ સિંહ અને અતૂલ વાસન સાથે એક ન્યૂઝ ચેનલમાં સાથે જોવા મળી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
