Gadar 2 BO Day 7: તારા સિંહનો ક્રેઝ 7માં દિવસે પણ યથાવત, 300 કરોડના ક્લબમાં થઈ શકે છે સામેલ
Gadar 2 Box Office Collection Day 7: બૉલિવુડ એક્ટર સની દેઓલ 22 વર્ષ બાદ ફરી તારા સિંહ બન્યા છે. અભિનેતાની ફિલ્મ ગદર 2 એ બક્સ ઑફિસ પર ધૂમ મચાવી છે. ફિલ્મ કમાણીના મામલામાં દરરોજ નવા રેકૉર્ડ તોડી રહી છે. સની દેઓલની ગદર 2ને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આવો જાણીએ ફિલ્મે સાતમા દિવસે કેટલા કરોડનું કલેક્શન કર્યું.
સની દેઓલ અને અમીષા પટેલે ફરી એકવાર તારા સિંહ અને સકીના બનીને ચાહકોના દિલ જીતી લીધા છે. ફિલ્મના કેટલાક સીન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 11 ઓગસ્ટે રિલીઝ થયેલી ગદર 2 એ માત્ર 6 દિવસમાં 250 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. સાતમા દિવસે પણ ફિલ્મે શાનદાર કમાણી કરી છે.

સૈકનિલ્કના પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, સની દેઓલની ફિલ્મના કલેક્શનમાં સાતમા દિવસે ઘટાડો નોંધાયો છે. તમને જણાવી દઈએ કે ગદર 2 એ સાતમા દિવસે 22 કરોડનું કલેક્શન કર્યું છે. અત્યાર સુધી ફિલ્મે કુલ 283.35 કરોડનો બિઝનેસ કર્યો છે.
આવી સ્થિતિમાં હવે આ ફિલ્મ ટૂંક સમયમાં 300 કરોડનો આંકડો પાર કરવા જઈ રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પ્રથમ સપ્તાહમાં ફિલ્મ આ આંકડો પાર કરી જશે. આ આંકડાઓ અનુસાર ફિલ્મ ગદર 2 આ વર્ષની સુપરહિટ ફિલ્મ બની છે.
ગદર 2 એ 2001માં રિલીઝ થયેલી ગદર એક પ્રેમ કથાની સિક્વલ છે. તે સમયે ફિલ્મે બૉક્સ ઑફિસ પર રેકોર્ડ તોડ્યા હતા. તે જ સમયે, 22 વર્ષ પછી પણ, ફિલ્મ શાનદાર બિઝનેસ કરવામાં સફળ રહી. ફિલ્મમાં જૂની સ્ટારકાસ્ટ અને ગીતો જોવા મળ્યા હતા. જેમાં સની દેઓલ, અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
