Pics : ‘કૉમેડીની શરુઆત માટે ઘનચક્કર શ્રેષ્ઠ ફિલ્મ’
મુંબઈ, 13 જૂન : રાજકુમાર ગુપ્તા દિગ્દર્શિત ઘનચક્કર ફિલ્મનું પ્રમોશન પુરજોશમાં ચાલી રહ્યું છે. ફિલ્મના કલાકારો વિદ્યા બાલન તથા ઇમરાન હાશમી ઘનચક્કરના પ્રમોશન માટે વિવિધ સ્થળોએ પહોંચી રહ્યાં છે. આ દરમિયાન વિદ્યા બાલને જણાવ્યું કે ઘનચક્કરની સ્ક્રિપ્ટ વાંચ્યા બાદ મને લાગ્યું કે હાસ્ય ફિલ્મોમાં શરુઆત માટે આ સર્વશ્રેષ્ઠ ફિલ્મ હશે, તો ઇમરાન કહે છે કે તેઓ નેગેટિવ પાત્રો દ્વારા કંઈક અલગ કરવા માંગે છે.
વિદ્યા બાલન અને ઇમરાન હાશમી ગઈકાલે ફિલ્મના પ્રમોશન માટે મુંબઈની એક હોટલમાં પહોંચ્યાં. તેમની સાથે દિગ્દર્શક રાજકુમાર ગુપ્તા પણ હતાં. આ પ્રસંગે 33 વર્ષીય બૉલીવુડ અભિનેત્રી વિદ્યા બાલને જણાવ્યું - રાજકુમારે મારી સામે એકદમ જુદા પ્રકારની ફિલ્મનો પ્રસ્તાવ મૂક્યો ને મને લાગ્યું કે કૉમેડી ફિલ્મોમાં શરુઆત માટે આનાથી બહેતર ફિલ્મ નહીં હોઈ શકે. બીજી બાજુ 34 વર્ષીય ઇમરાન હાશમીએ જણાવ્યું કે લાંબા વખતથી કૉમેડી ફિલ્મમાં કામ કરવાની મારી ઇચ્છા હતી. મેં અનેક ગંભીર ફિલ્મોમાં કામ કર્યુ છે અને નેગેટિવ રોલ કર્યાં છે, પણ મને લાગે છે કે આટલું બહુ છે.
ઇમરાન હાશમી અગાઉ મર્ડર, ઝહર, કલયુગ, ગૅંગસ્ટર, ઝન્નત, રાઝ દ મિસ્ટ્રી કંટીન્યૂઝ, વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ તથા ઝન્નત 2માં નેગેટિવ રોલમાં દેખાઈ ચુક્યાં છે. બીજી બાજુ વિદ્યા બાલન પણ કહાની અને ધ ડર્ટી પિક્ચર જેવી ગંભીર ફિલ્મો કરી ચુક્યાં છે. બંનેની આ પ્રથમ કૉમેડી ફિલ્મ ઘનચક્કર આવી રહી છે.
આવો તસવીરોમાં જોઇએ ફિલ્મનું પ્રમોશન.

ફિલ્મી પાત્રોના કપડામાં પ્રમોશન
ઘનચક્કર ફિલ્મના પ્રમોશન દરમિયાન કલાકારો વિદ્યા બાલન તથા ઇમરાન હાશમીએ ફિલ્મી પાત્રોની જેમ કપડા પહેર્યા હતાં. યુટીવી નિર્મિત આ ફિલ્મ 28મી જૂને રિલીઝ થવાની છે.

નવા પ્રકારનો રોલ
ઇમરાન હાશમીએ જણાવ્યું - જ્યારે દિગ્દર્શક રાજકુમાર ગુપ્તાએ મને ઘનચક્કરની સ્ક્રિપ્ટ સંભળાવી, મને એવુ લાગ્યું કે આ પ્રકારની હાસ્ય તેમજ મનોરંજક ફિલ્મમાં ઘણા વખતથી કામ કરવા માંગતો હતો.

રસપ્રદ છે સ્ક્રિપ્ટ
વિદ્યા બાલને જણાવ્યું - ઘનચક્કરની સ્ક્રિપ્ટ મને ખૂબ રસપ્રદ અને મનોરંજ લાગી. મેં આ પ્રકારની વાર્તા અગાઉ અગાઉ ક્યારેય નહોતી વાંચી. ફિલ્મ વાસ્તવિક પરિસ્થિતિઓ તથા વાસ્તવિક પાત્રો વિશે છે. મને ફિલ્મ માટે હા કરવી જ પડી અને હું ખુશ છું કે મેં આ ફિલ્મ કરી.

કંઇક જુદુ કરવું છે
ઇમરાને જણાવ્યું - ઘનચક્કર એક સર્વશ્રેષ્ઠ સ્ક્રિપ્ટ છે કે જે મેં અત્યાર સુધી સાંભળી છે. દર્શકોએ મને ગંભીર ભૂમિકાઓમાં ખૂબ જોઈ લીધું. હવે કંઇક જુદુ કરવું છે.

આમિર-નો વન કિલ્ડ જેસિકા બાદ
રાજકુમાર ગુપ્તા અગાઉ આમિર તથા નો વન કિલ્ડ જેસિકા જેવી ગંભીર ફિલ્મો આપી ચુક્યા છે. હવે તેઓ ઘનચક્કર જેવી હળવીફુલ ફિલ્મ લઈને આવી રહ્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
