Flashback 2020: નાની ઉંમરમાં આ સ્ટાર્સ પર તૂટ્યો પહાડ, કોઈને બ્રેઈનસ્ટ્રોક તો કોઈને હાર્ટ એટેક
વર્ષ 2020માં બૉલિવુડમાં નાની ઉંમરમાં જ ઘણા સ્ટાર્સ ગંભીર બિમારીઓની ઝપટમાં આવી ગયા છે.
નવી દિલ્લીઃ કોરોના સંક્રમણના કારણે વર્ષ 2020 એક સામાન્ય વર્ષની જેમ પસાર નથી થયુ. આ મહામારીએ ઘણા લોકોને સમય કરતા પહેલા છીનવી લીધા. બૉલિવુડ માટે પણ આ વર્ષ આ રીતે ખરાબ રહ્યુ અને ઘણા સ્ટાર્સને છીનવી લીધા. એક તરફ આ મહામારી અને બીજી તરફ હાર્ટ એટેક અને પેરાલિસીસ જેવી બિમારીઓએ પણ ઘણા સ્ટાર્સ પર વાર કર્યો છે. નાની ઉંમરમાં જ ઘણા સ્ટાર્સ ગંભીર બિમારીઓની ઝપટમાં આવી ગયા છે. આમાં રાહુલ રૉય બાદ હવે રેમો ડિસૂઝા અને શિખા મલ્હોત્રાનુ નામ પણ જોડાઈ ગયુ છે.

શિખા મલ્હોત્રાને પેરાલિસીસ
શાહરૂખ ખાન સાથે 'ફેન' ફિલ્મમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી શિખા મલ્હોત્રાને પેરાલિસીસ સ્ટ્રોક બાદ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે તેના શરીરનો ડાબો ભાગ કામ નથી કરી રહ્યો. તેને જૂહુની કૂપર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. કોરોના દર્દીઓ માટે એક નર્સ તરીકે સેવા કરવા દરમિયાન શિખા મલ્હોત્રા ચર્ચામાં આવ હતી. 26 વર્ષની શિખા ડાંસર પણ છે. શિખાના મેનેજરે જણાવ્યુ છે કે શિખાએ શરીરના ડાબા ભાગમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. કાલે રાતે લગભગ સાડા દસ વાગે તેના શરીરના ડાબા ભાગમાં દુઃખાવો શરૂ થયો. અમે પહેલા તેને કોકિલાબેન હોસ્પિટલ લઈ ગયા અને પછી બાદમાં જૂહુની કૂપર હોસ્પિટલમાં ભરતી કરાવી.

રેમો ડિસૂઝાને આવ્યો હાર્ટ એટેક
બૉલિવુડના જાણી ડાંસર, કોરિયોગ્રાફર અને ફિલ્મ નિર્દેશક રેમો ડિસૂઝાને હાર્ટ એટેક આવ્યો છે. 45 વર્ષના રેમોને શુક્રવારે હાર્ટ એટેક આવ્યો. ત્યારબાદ તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. તેમની હાલત હવે સ્થિર છે. તેમના હાલમાં આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. જ્યાં ડૉક્ટરોની ટીમ તેમની હેલ્થ પર નજર રાખી રહી છે.

રાહુલ રૉય બ્રેઈન સ્ટ્રોકમાંથી રિકવર થયા
બૉલિવુડ એક્ટર રાહુલ ર઼યને હાલમાં જ બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. ત્યારબાદથી રાહુલ હોસ્પિટલમાં ભરતી છે અને પોતાનો ઈલાજ કરાવી રહ્યા છે. આશિકી ફેમ રાહુલ પોતાની નવી ફિલ્મ કારગિલનુ શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને અચાનક બ્રેઈન સ્ટ્રોક થયો. સ્ટ્રોક બાદ 52 વર્ષના રાહુલને એરલિફ્ટ કરીને શ્રીનગર લાવવામાં આવ્યા જ્યાંતી તેમને મુંબઈ લાવવામાં આવ્યા. હવે રાહુલ રૉયની હાલત સારી જણાવવામાં આવી રહી છે.

આ એક્ટર પણ નાની ઉંમરમાં છોડી ગયા દુનિયા
સલમાન ખાન સાથે ફિલ્મ 'રેડી'માં કામ કરી ચૂકેલ કૉમેડિયન અને એક્ટર મોહિત બઘેલનુ માત્ર 27 વર્ષની ઉંમરમાં જ નિધન થઈ ગયુ. ફિલ્મ રેડીમાં મોહિત બઘેલે નાના અમર ચૌધરીની ભૂમિકા ભજવી હતી. મોહિત બઘેલ કેન્સર પીડિત હતા. મહેંદી અને ફરેબ જેવી ફિલ્મોમાં કામ કરનાર અભિનેતા ફરાઝ ખાનનુ ઓક્ટોબરમાં નિધન થઈ ગયુ હતુ. ફરાઝ ખાન મહાભારતમાં કામ કરનાર અભિનેતા યૂસુફ ખાનના દીકરા હતા. ફરાઝને ફેફસામાં સંક્રમણ થયા બાદ માથામાં સંક્રમણ અને ન્યૂમોનિયા નિદાન થયો હતો. 46 વર્ષના ફરાઝ ખાન બેંગલુરુની એક હોસ્પિટલમાં લાંબા સમય સુધી ભરતી રહ્યા જ્યાં બાદમાં તેમનુ નિધન થઈ ગયુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
