Fist Look : શાહરુખ બાદ અજયે પણ એક્શન જૅક્સનમાં ઉતાર્યો Shirt!
મુંબઈ, 11 સપ્ટેમ્બર : લ્યો, ગઈકાલ સુધી શાહરુખ ખાનના 8 ઍબ્સની વાત થઈ રહી હતી અને આજે અજય દેવગણના મજબૂત બાંધાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ, કારણ કે અજય અને પ્રભુ દેવાની મોસ્ટ અવેટેડ ફિલ્મ એક્શન જૅક્સનનો ફર્સ્ટ લુક આઉટ થઈ ગયો છે. આ ફર્સ્ટ લુકમાં અજય દેવગણ શર્ટલેસ છે અને ખંજર સાથે એક્શન મૂડમાં દેખાય છે.
અજય દેવગણની તાજેતરમાં જ રિલીઝ થયેલી સિંઘમ રિટર્ન્સ ફિલ્મે સો કરોડ કરતા વધુની કમાણી કરી છે અને એટલે જ એક્શન જૅક્સન પ્રત્યે લોકોનો ઉત્સાહ ઓર વધી ગયો છે. આ ફિલ્મનું નિર્માણ ડાન્સિંગ સ્ટાર પ્રભુ દેવા કરી રહ્યા છે. આ ફિલ્મ તેલુગુની સુપર હિટ ફિલ્મો ડોડુકૂડની રીમેક છે કે જેમાં મહેશ બાબૂ લીડ રોલમાં હતાં.
ફિલ્મનું શીર્ષક એક્શન જૅક્સન રાખવા પાછળના ખાસ કારણ અંગે પ્રભુએ જણાવ્યું - અમે ફિલ્મનું આ શીર્ષક એટલા માટે રાખ્યું, કારણ કે અજય દેવગણ એ જે તરીકે ઓળખાય છે. અમે વિચાર્યું કે અદ્યાક્ષરનો પ્રયોગ કરવો અને તેમને શીર્ષકને એક્શન જૅક્સન તરીકે વિસ્તૃત કરી લખવું સારૂ રહેશે, કારણ કે ફિલ્મમાં અજય દેવગણ ડાન્સ અને એક્શન બંને કરી રહ્યા છે.
નોંધનીય છે કે એક્શન જૅક્સન ફિલ્મનું ટ્રેલર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે અભિનીત હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ સાથે રિલીઝ થશે. એક્શન જૅક્સનમાં અજય દેવગણ સાથે સોનાક્ષી સિન્હા હીરોઇન તરીકે છે.
ચાલો જોઇએ એક્શન જૅક્સનનો ફર્સ્ટ લુક :

શર્ટલેસ અજય
એક્શન જૅક્સનનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે કે જેમાં અજય દેવગણ શર્ટલેસ છે અને ખંજર હાથમાં રાખી એક્શનના મૂડમાં છે.

ડોકુડૂની રીમેક
એક્શન જૅક્સન તેલુગુ સુપરહિટ ફિલ્મ ડોડુકૂની રીમેક છે કે જેમાં મહેશ બાબૂ લીડ રોલમાં હતાં. દિગ્દર્શક પ્રભુ દેવા છે.

એક્શન જૅક્સન કેમ?
એક્શન જૅક્સન નામ રાખવાનું કારણ એ છે કે તેમાં હીરો એક્શન સાથે ડાન્સ પણ કરવાનો છે.

ફરી સોનાક્ષી સાથે જોડી
અજય દેવગણ ફરી એક વાર સોનાક્ષી સિન્હા સાથે આ ફિલ્મમાં જોડી જમાવતા દેખાશે.

એપ્રિલમાં રિલીઝ
એક્શન જૅક્સન ફિલ્મ 11મી એપ્રિલ, 2015ના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં કુણાલ રૉય કપૂર અને યામી ગૌતમ પણ છે.

આ પણ જુઓ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
