સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ, જાણો શું કહ્યું મુંબઈ પોલીસે?
બોલિવૂડ એક્ટર સલમાન ખાનને સતત મારવાની ધમકીઓ મળતી રહે છે. આ ક્રમમાં રવિવારે સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ થયુ હોવાના અહેવાલ છે.
અહેવાલો અનુસાર, વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ મુંબઈમાં સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ થયું છે. આ સમાચારે બોલિવૂડને હલબલાવ્યુ છે.

મુંબઈ પોલીસે જણાવ્યુ કે, મુંબઈમાં સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘરની બહાર ફાયરિંગનો ગોળીબારનો અવાજ સંભળાયો હતો. આજે સવારે 5 વાગ્યે મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યા હુમલાખોરોએ સલમાન ખાનના ઘરની બહાર કેટલાક રાઉન્ડ ફાયરિંગ કર્યું અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા.
ઘટના બાદ ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર સુરક્ષા વધારી દેવાઈ છે અને ફોરેન્સિક ટીમ પણ સ્થળ પર પહોંચી છે.
સમાચારો અનુસાર, 2 શૂટર્સ બાઇક પર હતા અને હેલ્મેટ પહેરેલા હતા, જેના કારણે હાલ તેમની ઓળખ થઈ શકી નથી. મુંબઈ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને ફાયરિંગ કરનાર વ્યક્તિને શોધવાનો પ્રયાસ કરી રહી છે.
જણાવી દઈએ કે, ગયા વર્ષે, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIA એ કહ્યું હતું કે સલમાન ખાન એ 10 હિટ લિસ્ટમાં ટોચ પર છે જેમને જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ મારવાની યોજના બનાવી હતી.
1998માં કાળિયાર શિકારની ઘટનાને લઈને લોરેન્સ બિશ્નોઈ સલમાન ખાનથી નારાજ છે. લોરેન્સ બિશ્નોઈ બિશ્નોઈ સમુદાયમાંથી આવે છે.
લોરેન્સ બિશ્નોઈએ ખુલાસો કર્યો કે તેના માણસ સંપત નેહરાએ સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘરની બહાર રેકી કરી છે અને ટૂંક સમયમાં તેને નિશાન બનાવવામાં આવશે. જો કે, હરિયાણા પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે નેહરાની ધરપકડ કરી હતી.
ગયા વર્ષે 11 એપ્રિલે અન્ય ધમકીભર્યા કોલ પછી મુંબઈ પોલીસે સલમાન ખાનને Y+ શ્રેણીની સુરક્ષા આપી હતી. સલમાન ખાનને ઈમેલ મોકલવા બદલ યુનાઈટેડ કિંગડમમાં એક ભારતીય વિદ્યાર્થી વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર (LOC) જારી કરવામાં આવ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
