Pics : મનીષ-મમતા દુઃખી, બૉલીવુડ પણ શોકમગ્ન
કોલકાતા, 30 મે : આજે સિનેમા જગતનો અમૂલ્ય સિતારો ઋતુપર્ણો ઘોષ અકાળે બુઝાઈ ગયો. તેના જવાથી સમગ્ર ફિલ્મ જગતમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. કોઇને પણ વિશ્વાસ નથી થતો કે અભૂતપૂર્વ પ્રતિભાના માલિક ઋતુપર્ણો ઘોષ માત્ર 49 વર્ષની વયે જ આમ દુનિયા છોડી જતાં રહેશે. તેમની અકાળે વિદાય અંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી મનીષ તિવારી તથા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બૅનર્જીએ દુઃખ વ્યક્ત કર્યો છે, તો બૉલીવુડે પણ ઋતુપર્ણોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પિ છે.
આપને જણાવી દઇએ કે જાણીતા ફિલ્મ દિગ્દર્શક ઋતુપર્ણો ઘોષનું આજે સવારે સાડા સાત વાગ્યે કોલકાતામાં હૃદય રોગના હુમલાથી નિધન થયું છે. તેઓ માત્ર 49 વરસના હતાં અને પૅંક્રિયાસની બીમારીથી લાંબા સમયથી પીડાતા હતાં. બંગાળી સહિત હિન્દી ફિલ્મોમાં પણ અભૂતપૂર્વ ફાળો આપનાર ઋતુપર્ણો ઘોષ લીક સે હટકે ફિલ્મ બનાવનાર દિગ્દર્શક તરીકે જાણીતા હતાં.
આવો તસવીરો સાથે જોઇએ ઋતુપર્ણોના નિધન અંગે કોણે શું કહ્યું?

મનીષ તિવારી
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ જણાવ્યું કે ઋતુપર્ણો ઘોષના નિધનથી સર્જનાત્મકતાને ભારે ક્ષતિ પહોંચી છે. તેમણે ઘોષને શ્રદ્ધાંજલિ અર્પિ હતી.

મમતા બૅનર્જી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બૅનર્જી ઘોષના મૃત્યુના સમાચાર સાંભલી તેમના ઘરે પહોંચ્યાં. તેમણે જણાવ્યું કે ઋતુપર્ણોની સરખામણી માત્ર તેમની પોતાની સાથે જ કરી શકાય છે.

દીપ્તિ નવલ
મેમોરીઝ ઇન માર્ચ ફિલ્મમાં ઘોષ સાથે કામ કરનાર અભિનેત્રી દીપ્તિ નવલે જણાવ્યું - મને ખબર હતી કે તેઓ બીમાર છે, પણ મને જાણવા મળ્યુ હતું કે બધુ ઠીક છે. મારા માટે તેમના મોતના સમાચાર એકદમ ચોંકાવનારા છે.

રાયમા સેન
અભિનેત્રી રાયમા સેન પણ ઘોષના અકાળે અવસાનથી સ્તબ્ધ અને દુઃખી છે. ચોખેર બાલીમાં તેમની સાથે કામ કરના રાયમાએ જણાવ્યું - આ સમાચાર સમગ્ર ફિલ્મ જગત માટે ચોંકાવનારા સમાચાર છે. ખાસ તો બંગલા સિનેમા જગત માટે દુઃખદ ઘટના છે.

સુજોય ઘોષ
દિગ્દર્શક સુજોય ઘોષે જણાવ્યું - હાલ હું કંઈ પણ કહી શકું એમ નથી. હું તત્કાળ કોલકાતા જઈ રહ્યો છું.

અજય દેવગણ
રેનકોટમાં ઘોષ સાથે કામ કરનાર અજય દેવગણે ટ્વિટ કર્યું - ઘોષના મોતથી સ્તબ્ધ છું. મેં તેમની સાથે રેનકોટમાં કામ કર્યુ હતું. દરેક વસ્તુને જોવાનો તેમનો અભિગમ સૌથી જુદો હતો.

અર્જુન રામપાલ
અર્જુન રામપાલે લખ્યું - આ દુઃખદ સમાચારે આપણા સૌને સ્તબ્ધ કરી નાંખ્યાં છે. તેઓ મારા મિત્ર સમાન હતાં અને મને તેમણે ઘણું શિખવાડ્યું.

દિવ્યા દત્તા
દિવ્યા દત્તાએ લખ્યું - ઋતુદાના મોતનો દુઃખ છે. તેમના આત્માને શાંતિ મળે.

પાઓલી ડૅમ
પાઓલી ડૅમ તો આ સમાચાર સાંભળી ચોંકી જ ગયાં. તેઓ ઘોષના ઘરે પહોંચી ગયાં. ઘોષ સાથે કામ કરી ચુકેલાં બંગાળી અભિનેત્રી પાઓલીએ જણાવ્યું કે તેમનું આમ જતું રહેવું ફિલ્મ જગત માટે મોટી હાનિ છે.

મીરા નાયર
મીરા નાયરે લખ્યું - એક મહાન તેમજ ચબરાક ફિલ્મકારનું આટલી ઓછી વયે ચાલ્યુ જવું દુઃખજનક છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
