Pics : ફિલ્મફૅરથી ધરાતાં નથી બેબો, ધર્યો વધુ એક હૉટ અવતાર!
મુંબઈ, 10 સપ્ટેમ્બર : અભિનેત્રી કરીના કપૂરની તસવીર લગભગ વીસ વાર ફિલ્મફૅર મૅગેઝીનના કવર પેજ ઉપર પ્રસિદ્ધ થઈ ચુકી છે. તેમણે છ ફિલ્મફૅર પુરસ્કારો પણ જીત્યાં છે, પરંતુ આમ છતાં તેમનું માનવું છે કે ફિલ્મફૅર પુરસ્કારોથી ક્યારેય તેમનું મન ભર્યું નથી.
ફિલ્મફૅર મૅગેઝીનના તાજેતરની આવૃત્તિમાં પણ કરીના કપૂરની તસવીર મુખપૃષ્ઠ ઉપર પ્રસિદ્ધ થઈ છે. 32 વર્ષીય કરીનાએ તેના લૉન્ચિંગ પ્રસંગે જણાવ્યું - હું ફિલ્મફૅરની ટીમનો આભાર વ્યક્ત કરવા માંગીશ કે તેમણે મૅગેઝીનના મુખપૃષ્ઠ માટે મારી પસંદગી કરી. આ મારા માટે 19મો કે 20મો પ્રસંગ છે, પરંતુ હજી હું ધરાઈ નથી.
નોંધનીય છે કે સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા બાદ કરીના કપૂર સતત ચર્ચામાં રહે છે. લગ્ન બાદ તેમની પ્રથમ ફિલ્મ સત્યાગ્રહ તાજેતરમાં જ રિલીઝ થઈ છે, તો આગામી ફિલ્મ ગોરી તેરે પ્યાર મેં અંગે પણ તેઓ ચર્ચાના એરણે છે, કારણ કે આ ફિલ્મમાં તેઓ સગર્ભા મહિલાનો રોલ કરી રહ્યાં છે. ફિલ્મમાં તેમની સાથે ઇમરાન ખાન છે.
આવો તસવીરો સાથે જોઇએ અને જાણીએ વધુ વિગતો :

આ તો ઝંખના છે
કરીનાએ જણાવ્યું - ફિલ્મફૅર પત્રિકાના મુખપૃષ્ઠ પર આવવું કે ફિલ્મફૅર પુરસ્કાર પામવું ક્યારેય ઇનફ નથી રહ્યું. આ જ એક વસ્તુ છે કે જે દરેક ભારતીય અભિનેત્રી અને અભિનેત્રીની ઝંખના હોય છે.

કરીનાએ કર્યું લૉન્ચિંગ
કરીના કપૂરે તાજેતરમાં ફિલ્મફૅર મૅગેઝીનની આ સપ્ટેમ્બર 2013ની આવૃત્તિનું લૉન્ચિંગ કર્યું. આ આવૃત્તિમાં ફિલ્મો તથા સિને જગત સાથે જોડાયેલી ગૉસિપ સામગ્રી ઉપરાંત ફૅશન, જીવનશૈલી તથા સુખ-સુવિધાની માહિતી પણ હશે.

સાઇઠ વર્ષે પણ આવીશ
કરીના કપૂરે જણાવ્યું - હું આશા કરુ છું કે આગળ પણ હું ફિલ્મફૅરના મુખપૃષ્ઠ ઉપર દેખાતી રહીશ. ત્યારે પણ કે જ્યારે હું 60 વર્ષની થઈ જઇશ.

ગત અંકમાં પણ કરીના
કરીના કપૂર ફિલ્મફૅરના મુખપૃષ્ઠ ઉપર સપ્ટેમ્બર 2012માં પણ પ્રસિદ્ધ કરાયા હતાં.

જીટીપીએમમાં કરીના
કરીના કપૂર ટુંકમાં જ રિલીઝ થનાર ગોરી તેરે પ્યાર મેં ફિલ્મમાં દેખાશે. તેમની સાથે અભિનેતા ઇમરાન ખાન છે.

સગર્ભા કરીના
કરીના કપૂર ગોરી તેરે પ્યાર મેં ફિલ્મમાં સગર્ભા મહિલાનો રોલ કરી રહ્યાં છે.

સત્યાગ્રહી કરીના
કરીના કપૂર છેલ્લે સત્યાગ્રહ ફિલ્મમાં પત્રકારના રોલમાં દેખાયા હતાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
