ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને કોર્ટે સંભળાવી એક વર્ષની સજા, જાણો શું છે સમગ્ર મામલો
બૉલિવુડના જાણીતા ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીનો મોટો ઝટકો લાગ્યો છે.
મુંબઈઃ બૉલિવુડના જાણીતા ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીનો મોટો ઝટકો લાગ્યો છે. ચેક બાઉન્સ મામલે રાજકુમાર સંતોષીને કોર્ટે દોષી ગણીને એક વર્ષની સજા સંભળાવી છે. બે અલગ-અલગ ચેક બાઉન્સ મામલે કોર્ટે રાજકુમાર સંતોષીને દોષી ગણાવ્યા છે. કોર્ટે નિર્દેશ આપ્યા છે કે રાજકુમાર સંતોષી ફરિયાદકર્તાને કુલ 22.5 લાખ રુપિયા બે મહિનાની અંદર પાછા આપે, જો તે આમ કરવામાં નિષ્ફળ રહે તો તેમને વધુ એક વર્ષ જેલમાં વીતાવવુ પડશે.

રિપોર્ટ મુજબ રાજકુમાર સંતોષીએ ઘણી મોટી રકમ ઉછીની લીધી હતી. તેમણે પોતાના બિઝનેસને આગળ વધારવા માટે અનિલ જેઠાની પાસેથી પૈસા લીધા હતા. આ માટે તેમણે ત્રણ ચેક તેમને આપ્યા હતા જેની કુલ કિંમત 22.50 લાખ રૂપિયા હતી. પરંતુ ત્રણે ચેક જ્યારે બેંકમાં નાખવામાં આવ્યા ત્યારે પૈસા ના હોવાના કારણે એ બાઉન્સ થઈ ગયા. ત્યારબાદ ફરિયાદકર્તાએ આ મામલે પોતાના વકીલ દ્વારા રાજકુમાર સંતોષી સામે કેસ નોંધાવી દીધો. રાજકુમાર સંતોષી સામે એનઆઈએ એક્ટની કલમ 138 હેઠળ રાજકોટ કોર્ટમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
રાજકોટ એડિશનલ ચીફ ડ્યુશિયલ મેજિસ્ટ્રેટ એનએચ વસવેલિયાએ આના પર સુનાવણી કરીને રાજકુમાર સંતોષીને એક વર્ષની સજા સંભળાવી છે. કોર્ટે બેંકના અધિકારીઓને પણ સમન આપ્યા છે જેથી આ વાતની પુષ્ટી કરી શકાય કે બેંકના ચેકનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો નથી. વાસ્તવમાં, રાજકુમાર સંતોષીના વકીલ તરફથી કહેવામાં આવ્યુ કે ફરિયાદકર્તાને પૈસા આપી દેવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ પણ ચેકનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યા. ત્યારબાદ ફરિયાદકર્તાએ કહ્યુ કે પહેલા પણ સંતોષિ દ્વારા આપવામાં આવેલ ચેક રિટર્ન થઈ ચૂક્યા છે. ત્યારબાદ એ જૂના ચેકના બદલે નવા ચેક આપવામાં આવ્યા હતા.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
