સિંઘમ નહીં, ખેલાડી છે આ, ડૉન સાથે સંઘર્ષ ટાળ્યો!
મુંબઈ, 13 જૂન : સિંઘમનો ભાવાર્થ સાહસી થાય છે કે જે કોઈ પણ પરિસ્થિતિમાં દુશ્મન સામે ઝુકતો નથી, પછી ભલે તેને નુકસાન પણ થઈ જાય, પરંતુ ખેલાડી એને કહેવાય છે કે જે દુશ્મન સામે સંઘર્ષ કરવાની જગ્યાએ એનાથી હાર્યા વગર પોતાનો ફાયદો જોતો હોય. આપણા બૉલીવુડના ખેલાડી કંઇક એવા જ છે કે જેમણે સિંઘમની જેમ ડૉન સાથે બાથ ભીડવાના સ્થાને પોતાની ફિલ્મની રિલીઝ ડેટ એક સપ્તાહ આગળ વધારી દીદી છે.

આપ સમજી જ ગયા હશો કે અમે કયા અને કોના સંદર્ભમાં વાત કરી રહ્યાં છીએ. બૉલીવુડમાં ખેલાડી તરીકે જાણીતા અક્ષય કુમાર અને ડૉન તરીકે પ્રખ્યાત શાહરુખ ખાન વચ્ચે 8મી ઑગસ્ટે ઈદ પ્રસંગે બૉક્સ ઑફિસે થનારો સંભવિત ટકરાવ ટળી ગયો છે, કારણ કે 8મીએ ચેન્નઈ એક્સપ્રેસ તો રિલીઝ થઈ રહી છે, પણ વન્સ અપૉન ઍ ટાઇન ઇન મુંબઈ દોબારા ફિલ્મની રિલીઝ ડેટ 15મી ઑગસ્ટ કરી દેવાઈ છે.
બૉક્સ ઑફિસે શાહરુખ ખાન સાથે સામાન્ય રીતે સલમાન ખાન ટક્કર લેતા હોય છે, પરંતુ છેલ્લે મોટી ટક્કર ગત વર્ષે દીવાળીએ થઈ હતી કે જ્યારે શાહરુખની જબ તક હૈ જાન અને સિંઘમ એટલે કે અજય દેવગણ અભિનીત સન ઑફ સરદાર એક જ દિવસે રિલીઝ થઈ હતી. ફિલ્મની રિલીઝ અગાઉ બંને અભિનેતાઓ વચ્ચે સંઘર્ષ થયો હતો અને અજયે આરોપ લગાવ્યો હતો કે તેમને પોતાની ફિલ્મ જબ તક હૈ જાન સાથે નહીં રિલીઝ કરવા માટે ધમકાવાઈ રહ્યો છે. જોકે તેમાં નુકસાન અજયને જ થયો હતો, કારણ કે જબ તક હૈ જાન સુપરહિટ રહી હતી, જ્યારે સન ઑફ સરદાર સરેરાશ રહી હતી.
બીજી બાજુ અક્ષય કુમારની વન્સ અપૉન ઍ ટાઇન ઇન મુંબઈ દોબારા અને શાહરુખની ચેન્નઈ એક્સપ્રેસ 8મી ઑગસ્ટે એક જ દિવસે રિલીઝ થવાની હતી, પરંતુ ફિલ્મના દિગ્દર્શક મિલન લુથરિયાએ સ્પષ્ટતા કરી છે કે ફિલ્મ હવે 15મી ઑગસ્ટે રિલીઝ થશે. આ સાથે જ બૉક્સ ઑફિસે મોટો ટકરાવ ટળી ગયો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
