Pics : ફરહાને પોતાના અવાજે ગજવ્યું કાલા ઘોડા ફેસ્ટિવલ
મુંબઈ, 11 ફેબ્રુઆરી : બૉલીવુડ અભિનેતા ફરહાન અખ્તર આજકાલ પોતાની આવનાર ફિલ્મ શાદી કે સાઇડ ઇફેક્ટ્સના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત છે. ફરહાન ક્યાંક તો પોતાની કો-સ્ટાર વિદ્યા બાલન સાથે પ્રમોશનલ ઇવેંટ્સમાં જાય છે, તો ક્યાંક એકલા જ પહોંચી જાય છે.
તાજેતરમાં જ ફરહાન અખ્તર શાદી કે સાઇડ ઇફેક્ટ્સ ફિલ્મને પ્રમોટ કરવા માટે મુંબઈ ખાતે યોજાયેલ કાલા ઘોડા ફેસ્ટિવલ પહોંચી ગયાં. ફરહાને અહીં એક બૅન્ડ સાથે મળી મંચ ઉપર લાઇવ પરફૉર્મન્સ આપ્યું અને પોતાની ફિલ્મ રૉક ઑનના ગીતો ગાયાં. ફહાને પોતાના જોશીલા પરફૉર્મન્સ દ્વારા આગ લગાડી દીધી અને દર્શકોએ પણ મનમૂકીને આનંદ માળ્યો.
નોંધનીય છે કે ફરહાન અખ્તરે રૉક ઑન ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું અને આ ફિલ્મના તમામ ગીતો તેમણે પોતે જ ગાયા હતાં. ઉપરાંત ફરહાન પોતાના દ્વારા નિર્મિત ફિલ્મ ઝિંદગી ના મિલેગી દોબારાના ગીતોને પણ અવાજ આપી ચુક્યાં છે.
ચાલો જોઇએ કાલા ઘોડા ફેસ્ટિવલમાં ફરહાનના પરફૉર્મન્સની તસવીરી ઝલક :

પ્રમોશનમાં વ્યસ્ત ફરહાન
બૉલીવુડ અભિનેતા ફરહાન અખ્તર આજકાલ પોતાની આવનાર ફિલ્મ શાદી કે સાઇડ ઇફેક્ટ્સના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત છે.

એકલા જ પહોંચી જાય
ફરહાન ક્યાંક તો પોતાની કો-સ્ટાર વિદ્યા બાલન સાથે પ્રમોશનલ ઇવેંટ્સમાં જાય છે, તો ક્યાંક એકલા જ પહોંચી જાય છે.

ફરહાન@કાલા ઘોડા ફેસ્ટિવલ
તાજેતરમાં જ ફરહાન અખ્તર શાદી કે સાઇડ ઇફેક્ટ્સ ફિલ્મને પ્રમોટ કરવા માટે મુંબઈ ખાતે યોજાયેલ કાલા ઘોડા ફેસ્ટિવલ પહોંચી ગયાં.

રૉક ઑનના ગીતો ગાયાં
ફરહાને અહીં એક બૅન્ડ સાથે મળી મંચ ઉપર લાઇવ પરફૉર્મન્સ આપ્યું અને પોતાની ફિલ્મ રૉક ઑનના ગીતો ગાયાં.

દર્શકો ઝૂમી ઉઠ્યાં
ફરહાને પોતાના જોશીલા પરફૉર્મન્સ દ્વારા આગ લગાડી દીધી અને દર્શકોએ પણ મનમૂકીને આનંદ માળ્યો.

રૉક ઑન હતી પ્રથમ ફિલ્મ
ફરહાન અખ્તરે રૉક ઑન ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું અને આ ફિલ્મના તમામ ગીતો તેમણે પોતે જ ગાયા હતાં.

શાનદાર ગાયક
ફરહાન પોતાના દ્વારા નિર્મિત ફિલ્મ ઝિંદગી ના મિલેગી દોબારાના ગીતોને પણ અવાજ આપી ચુક્યાં છે.

એક સુંદર ડ્રામા
સાકેત ચૌધરી દિગ્દર્શિત શાદી કે સાઇડ ઇફેક્ટ્સ 2006માં આવેલી ફિલ્મ પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સની સિક્વલ છે. લીડ રોલમાં વિદ્યા અને ફરહાન છે. ઉપરાંત વીર દાસ, રામ કપૂર તથા ગૌમતી કપૂર પણ નજરે પડશે.

28મીએ રિલીઝ
શાદી કે સાઇડ ઇફેક્ટ્સ ફિલ્મ આગામી 28મી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.

અધુના પણ હાજર
ફરહાન અખ્તરના કાલા ઘોડા ફેસ્ટિવલમાં લાઇવ કૉન્સર્ટ દરમિયાન તેમના પત્ની અધુના પણ હાજર રહ્યા હતાં.

ચૌદ વર્ષનું લગ્નજીવન
ફરહાન અખ્તરે ચૌદ વર્ષ અગાઉ હૅર સ્ટાઇલિસ્ટ અધુના સાથે લગ્ન કર્યા હતાં. તેમને શાક્યા અને અકીરા નામના બે બાળકો પણ છે.

વિદ્યા બહુ સારા અભિનેત્રી
ફરહાને તાજેતરમાં વિદ્યાના વખાણ કરતાં જણાવ્યું - ઈમાનદારીપૂર્વક કહું તો એક અભિનેતા કે દિગ્દર્શક તરીકે આપ તેવા કલાકારો સાથે કામ કરવા માંગો છે કે જેમને પોતાનું કામ કરવું બહેતર રીતે આવડતું હોય, જેમની અંદર કામ કરવાની ભૂખ હોય, જે આપને સાંભળવા અને આપની સાથે કંઈક શીખવા માંગતા હોય, કારણ કે સૌ કોઈ કામ કરવા દરમિયાન શીખે જ છે.

કલ્કી કોચલીન
ફરહાન અખ્તરના કાલા ઘોડા ફેસ્ટિવલમાં લાઇવ કૉન્સર્ટ દરમિયાન કલ્કી કોચલીને પણ હાજરી આપી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
