Exclusive:સોનાક્ષીના વિચારો પણ મળે છે રીના સાથે
મુંબઈ, 10 નવેમ્બર : આજકાલ ફિલ્મ સન ઑફ સરદાર ખૂબ ચર્ચામાં છે. ફિલ્મના અભિનેત્રી સોનાક્ષી સિન્હા આ ફિલ્મ અંગે ખૂબ ઉત્સાહિત છે. પોતાની ફિલ્મના પ્રમોશન દરમિયાન સોનાક્ષીએ જણાવ્યું કે આપ દુનિયામાં સૌને એક સાથે ખુશ ન કરી શકો, પણ તેનો એ મતલબ નથી કે આપ પ્રયત્નો છોડી દો. ખેર, સોનાક્ષી તો પોતાની વાત ટ્વિટર દ્વારા કહી ચાલી નિકળ્યાં, પરંતુ સોનાક્ષીની આ વાતે લોકોને કોઈકની યાદ અપાવી દીધી.

બેંગલુરૂ રહેતાં 54 વર્ષીય ધીરજ કુમારે વનઇન્ડિયાને જણાવ્યું કે આજથી લગભગ 31 વર્ષ અગાઉ જ્યારે ફિલ્મ નસીબ રિલીઝ થઈ, ત્યારે ફિલ્મનાં અભિનેત્રી રીના રૉયે આવી વાત કરી હતી કોઈ ફિલ્મી મૅગેઝીનને આપેલા ઇન્ટર્વ્યુમાં. આજે મને સોનાક્ષીની વાત સાંભળી એકદમથી રીનાની યાદ આવી ગઈ. જો હું એમ કહું કે ચહેરો જ નહિં, પણ સોનાક્ષીના વિચારો પણ રીનાને મળતાં આવે છે. એમ કહેવું ખોટું નહિં હોય.
નોંધનીય છે કે જ્યારથી બૉલીવુડમાં સોનાક્ષી સિન્હાએ પગલું મુક્યું છે, ત્યારથી જ સોનાક્ષીને લોકો રીનાનો પડછાયો કહે છે. લોકોને સોનાક્ષીની કાયા વીતેલા જમાનાની સુંદર હીરોઇન રીના રૉયની યાદ અપાવે છે. અહીં સુધી કે તેમની બૉડી લૅંગ્વેજ પણ મહદઅંશે રીના સાથે મળતી આવે છે. તેથી લોકો દબાયેલી જીભે અહીં સુધી કહે છે કે કદાચ સોનાક્ષી રીના-શત્રુઘ્નનાં પુત્રી છે. તેની પાછળ એક મોટં કારણ એ છે કે વીતેલા જમાનામાં બૉક્સ ઑફિસે રીના અને શત્રુઘ્નની જોડી સૌથી હિટ હતી. બંનેએ કાલીચરણ, વિશ્વનાથ અને નસીબ જેવી મેગા હિટ ફિલ્મો આપી છે.
એટલું જ નહિં રીના અને શત્રુઘ્ન વચ્ચે લગભગ સાત વરસ સુધી જોરદાર અફૅર પણ હતું. કહે છે કે રીનાના કારણે શત્રુઘ્ન અને પૂનમ સિન્હાનું ઘર તૂટવાની અણીએ આવી ગયુ હતું, પરંતુ રીનાને પ્રેમ કરવાં છતાં શત્રુઘ્ન પૂનમને છોડવા નહોતા માંગતાં. તેથી રીનાએ તેમણે દૂરી બનાવી લીધી અને પાકિસ્તાની ક્રિકેટર મોહસિન ખાન સાથે લગ્ન કરી લીધાં.
જોકે આ વાત પૂનમ સિન્હા ફગાવી ચુક્યાં છે અને કહેતાં આવ્યાં છે કે સોનાક્ષી તેમના પુત્રી છે, પરંતુ કેમ જાણે લોકોને સોનાક્ષીને જોઈ રીના રૉયની યાદ આવી જ જાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
