Unseen : બીઇંગ હ્યૂમન માટે સમય કાઢી ફોટોશૂટ કરાવતાં વ્યસ્ત સલમાન!
મુંબઈ, 14 ઑગસ્ટ : એમ કહેવાય છે કે સફળતા હંમેશા એક જવાબદારી લઈને આવે છે. આ કહેવત સલમાન ખાન ઉપર બંધબેસતી છે. સલમાન બીઇંગ હ્યૂમન નામની એક સ્વૈચ્છિક સંસ્થા ચલાવે છે કે જે અંડરપ્રિવિલેજ્ડ બાળકોની સહાય કરે છે. લોકો સુધી તેની પહોંચ બનાવવા માટે સલમાને પોતે પહેલ કરી છે.
સલમાન ખાન હાલમાં પોતાની કિક ફિલ્મની સફળતાની ઉજવણી કરી રહ્યા છે, પરંતુ તેઓ પોતાની બીઇંગ હ્યૂમન સંસ્થા માટે પણ સમય ફાળવવાનુ ચૂકતા નથી અને એટલે જ તેમણે તાજેતરમાં બ્રાન્ડ લેટેસ્ટ કલેક્શન માટે એક ફોટોશૂટ કરાવ્યુ છે.
મળતી માહિતી મુજબ આ બીઇંગ હ્યૂમન કલેક્શન 18મી ઑગસ્ટે રિલીઝ થશે અને સલમાને આ ઝુંબેશ માટેના શૂટિંગ અર્થે એક આખો દિવસ ફાળવ્યો હતો. તેમણે ફોટોશૂટ બાદ પોતે જ તેની તસવીરો પોસ્ટ કરીને ટ્વીટ કર્યું - જસ્ટ શૉટ ફૉર બીઇંગ હ્યૂમન ક્લોથિંગ. કૅમ્પેઇન એન્ડ કલેક્શન લૉન્ચિંગ 18થ ઑગ.
સલમાને વધુ એક ટ્વીટ કરતા જણાવ્યું કે તેઓ સાંભળવાની તકલીફ ધરાવતા લોકો માટે કિક ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજશે. સલમાને ટ્વીટ કર્યું - સાંભળવાની તકલીફ ધરાવતા લોકો માટે મુંબઈ, નોએડા અને બેંગલુરૂ ખાતે કિકનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાશે. સલમાન ખાન હાલમાં તેમની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. સલમાનના ફૅનને આવતા વર્ષે સલમાનનો ડબલ ડોઝ મળશે, કારણ કે સૂરજ બરજાત્યાની ફિલ્મ પ્રેમ રતન ધન પાયોમાં સલમાન ડબલ રોલમાં છે.
સલમાન ખાન રાજશ્રી પ્રોડક્શનની પ્રેમ રતન ધન પાયો ફિલ્મમાં જોડકા ભાઇઓનો રોલ કરશે અને બંને ભૂમિકાઓ સલમાનની અલગ-અલગ પર્સનાલિટીને વ્યક્ત કરશે. સલમાન ખાન પોતાના ફૅન્સને એક પછી એક ઉપહારો આપી રહ્યા છે.
ચાલો હાલ તો આપને બતાવીએ સલમાન ખાને બીઇંગ હ્યૂમન કૅમ્પેન માટે કરાવેલ ફોટોશૂટ :

તસવીર 1
સલમાન ખાન બૅક ટુ બૅક હિટ ફિલ્મો આપી મોસ્ટ પાવરફુલ સ્ટાર બની ગયા છે.

તસવીર 2
સલમાન ખાને બૅક ટુ બૅક 7 હિટ ફિલ્મો આપી રેકૉર્ડ સર્જ્યો છે. આ તમામ ફિલ્મોનો બિઝનેસ 100 કરોડ કરતા ઉપર રહ્યો છે.

તસવીર 3
બીઇંગ હ્યૂમન માટે કરાયેલ ફોટોશૂટની તસવીરો સલમાને પોતે પોસ્ટ કરી છે.

તસવીર 4
સલમાન ખાન હાલમાં પ્રેમ રતન ધન પાયોના શૂટિંગમાં વ્યસ્ત છે કે જેમાં હીરોઇન સોનમ કપૂર છે.

તસવીર 5
સલમાન ખાન પોતાના બીઇંગ હ્યૂમન ફાઉન્ડેશન પ્રત્યે ખૂબ જ સમર્પિત છે કે જે લેસ ફૉર્ચ્યુનેટ પીપલની મદદ કરે છે.

તસવીર 6
બીઇંગ હ્યૂમન માટેના આ ફોટોશૂટમાં સલમાનના પિતા સલીમ ખાને પણ ભાગ લીધો.

તસવીર 7
આ ફાઉન્ડેશન બ્રાન્ડ બની ગયુ છે અને આખા દેશમાં તેની શાખાઓ છે.

તસવીર 8
આ તસવીર અગાઉના કલેક્શનની છે કે જેમાં ખાન ફૅમિલી પોઝ આપતી જણાય છે.

વાંચો 5 કારણો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
