B'day: બૉલિવુડના સીરિયલ કિસર ઈમરાન હાશમી પાસે છે કરોડોની સંપત્તિ, જાણો તેની વાર્ષિક આવક

Emraan Hashmi Birthday: બૉલિવુડમાં સીરિયલ કિસરના નામથી ફેમસ ઈમરાન હાશમી આજે પોતાનો 44મો જન્મદિવસ મનાવી રહ્યા છે. 24 માર્ચ, 1979ના રોજ મુંબઈમાં જન્મેલા ઈમરાન હાશમીની ફેન ફોલોઈંગ ઘણી વધુ છે. 2004માં રિલીઝ થયેલી ફિલ્મ મર્ડર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની હતી. એક અભિનેતા-નિર્માતા હોવાના નાતે ફિલ્મની ફી ઉપરાંત ઈમરાન હાશમીને ફિલ્મોના પ્રોફિટમાં પણ હિસ્સો મળે છે. આવો, તેમના જન્મદિવસ પર જાણીએ તેમની કુલ સંપત્તિ અને વાર્ષિક કમાણી વિશે.

105 કરોડની સંપત્તિના માલિક
caknowledge.comના જણાવ્યા મુજબ, ઈમરાન હાશ્મીની નેટવર્થ લગભગ 14 મિલિયન ડૉલર છે, જે લગભગ 105 કરોડ રૂપિયા છે. તેની કમાણીનો મોટો હિસ્સો બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને ફિલ્મોમાંથી આવે છે. તમને જણાવી દઈએ કે ઈમરાન હાશ્મી એવા કલાકારોમાંથી એક છે જેનુ નામ આજ સુધી કોઈ પણ પ્રકારના વિવાદ સાથે જોડાયેલુ નથી. ઈમરાન હાશ્મીનુ અંગત જીવન પણ એટલુ જ અદભૂત છે. ઈમરાન ખૂબ જ વૈભવી જીવન જીવે છે. ઈમરાન હાશ્મીની પ્રોપર્ટીની વાત કરીએ તો તે કોઈ મોટા સ્ટારથી કમ નથી. ઈમરાન હાશ્મીએ પોતાની ફિલ્મોના આધારે નોંધપાત્ર સંપત્તિ બનાવી છે.

વાર્ષિક કમાણી 6 કરોડ રુપિયા
ઈમરાન હાશ્મીનુ નામ દેશના સૌથી વધુ ટેક્સ ચૂકવનારા કલાકારોની યાદીમાં સામેલ છે. ઈમરાનની ફિલ્મ ભલે હિટ થાય કે ન થાય પરંતુ તેની દરેક ફિલ્મના ગીતો ફિલ્મ રિલીઝ થતા પહેલા જ સુપરહિટ થઈ જાય છે. તમને જણાવી દઈએ કે અભિનય સિવાય ઈમરાન હાશ્મી એક ફિલ્મ પ્રોડ્યુસર, સ્ટેજ પરફોર્મર અને રિયાલિટી ટીવી શો હોસ્ટ પણ છે. તેની વાર્ષિક કમાણી લગભગ 6 કરોડ રૂપિયા છે. તેણે અનેક રિયલ એસ્ટેટ પ્રોપર્ટીમાં પણ રોકાણ કર્યુ છે.

મુંબઈમાં આલીશાન ઘરમાં રહે છે ઈમરાન હાશમી
ઈમરાન હાશ્મી તેના પરિવાર સાથે મુંબઈમાં એક આલીશાન મકાનમાં રહે છે. આ આલીશાન ઘરની કિંમત લગભગ 16 કરોડ રૂપિયા છે. આ સિવાય તેણે દેશના ઘણા ભાગોમાં પ્રોપર્ટી ખરીદી છે. મળતી માહિતી મુજબ, ઈમરાન હાશ્મીએ વર્ષ 2003માં રિલીઝ થયેલી ફિલ્મ 'ફૂટપાથ'થી બૉલિવુડમાં પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે સપોર્ટિંગ રોલમાં જોવા મળ્યો હતો.

કાર અને ઘડિયાળનો શોખ
ઈમરાન હાશ્મીને લક્ઝુરિયસ અને મોંઘા વાહનોનો ખૂબ શોખ છે. તેની પાસે કેટલીક લક્ઝરી કાર છે જેમાં રૉલ્સ રૉયસ અને લેમ્બોર્ગિની જેવી બ્રાન્ડનો સમાવેશ થાય છે. જો કે ઈમરાન હાશ્મી તેની ખાસ રેન્જ રોવરમાં તેની ફિલ્મોના શૂટિંગ સેટ પર જવાનુ પસંદ કરે છે. ઈમરાન હાશ્મી પાસે ઘણી બ્રાન્ડેડ અને મોંઘી ઘડિયાળોનુ કલેક્શન પણ છે. ઈમરાન હાશ્મી પાસે ફ્રાન્સ બ્રાન્ડની લિમિટેડ એડિશન વોચ, ઓમેગા, રાડો, કાર્ટિયર, રોલેક્સ, પિયાઝા, ઓડેમાર્સ પિગ, યેગોર લે કોચર અને બ્રોગ જેવી મોંઘી બ્રાન્ડની ઘડિયાળો છે. તે પાર્ટીઓ અને ઈવેન્ટ્સમાં વિવિધ પ્રકારની ઘડિયાળો પહેરીને જોવા મળે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
