એલી અવરામે સેલોટેપથી પહેર્યો એવો ડ્રેસ, લોકોએ કરી ટ્રોલ, કહ્યુ - હાથ લગાવીને રોકવુ...
આ વખતે એલી અવરામ પોતાના કપડાના કારણે ટ્રોલ થઈ રહી છે. લોકો તેની ફેશન સેન્સ વિશે વાતો કરી રહ્યા છે.
Elli Avrram Troll: બૉલિવુડ અભિનેત્રી એલી અવરામ પોતાના ચાર્મિગ અને હૉટ લુકના કારણે લાઈમલાઈટમાં છવાયેલી રહે છે. ફિલ્મોમાં ઓછુ પરંતુ સોશિયલ મીડિયા પર તે ઘણી એક્ટીવ છે. સોશિયલ મીડિયા પર તે અવારનવાર પોતાના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. જો કે, આ વખતે એલી અવરામ પોતાના કપડાના કારણે ટ્રોલ થઈ રહી છે. લોકો તેની ફેશન સેન્સ વિશે વાતો કરી રહ્યા છે.

એલી અવરામનો ડ્રેસ બન્યો મજાક
એલી અવરામ ગઈકાલે રાત્રે એક એવોર્ડ ફંક્શનમાં પહોંચી હતી. જ્યાં તેનો ડ્રેસ જોઈને લોકો ચોંકી ગયા હતા. એલી અવરામનો આ લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એલીની આ તસવીરો અને વીડિયો પર લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એલીના ડ્રેસની ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે.

પાર્ટીમાં ડ્રેસ જોઈને લોકો ચોંક્યા
તમને જણાવી દઈએ કે એલી અવરામ ગત બુધવારે રાત્રે એક એવોર્ડ ફંક્શનમાં પહોંચી હતી. એલીએ અહીં એન્ટ્રી લેતા જ બધા તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. આ ઈવેન્ટમાં એલી ખૂબ જ વિચિત્ર ડ્રેસ પહેરીને પહોંચી હતી. તસવીરો અને વીડિયોમાં જોઈ શકાય છે કે એલીએ સફેદ રંગનો ઑફ શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો. દેખાવને કમ્પ્લીટ કરવા માટે તેણે તેના વાળનુ બન બનાવ્યુ હતુ અને તેમાં બ્લેક બો લગાવ્યુ હતુ.
લોકોએ કરી ભદ્દી કમેન્ટ
એલીના ઓફ શોલ્ડર ડ્રેસની નીચે બ્લેક કલરની ફ્રિલ હતી. એલીના ફેન્સને તેની સ્ટાઈલ બિલકુલ પસંદ આવી નથી. કેટલાક લોકો તેની આ ફેશન સેન્સને સમજી શક્યા નથી. એલી અવરામના આ ડ્રેસને સમર્થન આપવા માટે, આગળના ભાગમાં સેલો ટેપ જેવું કંઈક ચોંટાડવામાં આવ્યું હતું, જેને જોઈને લોકોએ તેની ખૂબ મજાક ઉડાવી હતી.

એલી અવરામના ફોટા વાયરલ
એલી અવરામના આ ડ્રેસની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. આ તસવીરો પર કોમેન્ટ કરતાં એક વ્યક્તિએ લખ્યુ છે- એલી અવરામ હાલમાં ઉર્ફી જાવેદ બની ગઈ છે. વળી, એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ છે - ઉર્ફી જાવેદ આ ડ્રેસની ડિઝાઇનર હોઈ શકે છે. અન્ય વ્યક્તિએ લખ્યુ છે - એલીએ ડ્રેસ પહેર્યો છે કે ડ્રેસે એલીને પહેરી છે, બધુ બેલેન્સ થઈ ગયુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
