43ની ઉંમરમાં એકતા કપૂર બની સરોગેટ મા, આ 7 સુપરસ્ટાર્સ પણ સરોગેટ પેરેન્ટ્સ
ભાઈ તુષાર કપૂર બાદ એકતા કપૂર પણ સરોગેટ પેરેન્ટ બની ગઈ છે. 43 વર્ષની ઉંમરમાં એકતા કપૂર સરોગસી દ્વારા મા બની છે.
ભાઈ તુષાર કપૂર બાદ એકતા કપૂર પણ સરોગેટ પેરેન્ટ બની ગઈ છે. 43 વર્ષની ઉંમરમાં એકતા કપૂર સરોગસી દ્વારા મા બની છે. મળતી જાણકારી અનુસાર એકતા કપૂરના પુત્રનો જન્મ 27 જાન્યુઆરીએ થયો છે. એક વર્તમાનપત્રના સમાચાર મુજબ હજુ સુધી એકતા પોતાના પુત્રને હોસ્પિટલમાંથી ઘરે પાછો લઈને નથી આવી. શક્ય છે કે આ નિર્ણય એકતાએ તુષાર કપૂરના પિતા બન્યા બાદ લીધો છે. 2016માં તુષાર કપૂર પણ સરોગસી દ્વારા પિતા બન્યા હતા. પુત્ર લક્ષ્ય તુષાર અને એકતાની ઘણો નજીક છે.

તુષારના પુત્ર લક્ષ્યના ફોટા
એકતા ઘણી વાર સોશિયલ મીડિયા પર તુષારના પુત્ર લક્ષ્યના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. તમને જણાવી દઈએ કે તુષારની જેમ એકતાએ પણ લગ્ન નથી કર્યા. એકતા ઘણી વાર આ વાત જાહેર કરી ચૂકી છે કે તે લગ્ન કરવા નથી ઈચ્છતી. તેમણે કહ્યુ હતુ કે તે જ્યારે જવાબદારી ઉઠાવવા લાયક બની જશે ત્યારે તે મા બનવાનો નિર્ણય લેશે. આ ઈચ્છા તેણે લક્ષ્યના જન્મ દરમિયાન મીડિયા સાથે વાતચીતમાં જણાવી હતી. તમને જણાવી દઈએ કે બોલિવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી સરોગસીનું ચલણ શરૂ છે. એવા ઘણા સ્ટાર્સ છે જે લગ્ન અને લગ્ન વિના સરોગેટ પેરેન્ટ્સ બની ચૂક્યા છે.

કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહ
કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહ જોડિયા બાળકોના માતાપિતા છે. વર્ષ 2017માં બંને સરોગસીથી થયેલા પોતાના જોડિયા બાળકોને ઘરે લાવ્યા હતા. આ સમાચાર સૌથી પહેલા સલમાન ખાને મળ્યા હતા. એવુ માનવુ છે કે સરોગસીનું સૂચન સલમાને જ કૃષ્ણાને આપ્યુ હતુ.

સોહેલ ખાન અને સીમા
સોહેલ ખાન અને તેમની પત્નીના નાના પુત્ર યોહાન સેરોગસીથી થયા હતા. જૂન વર્ષ 2011માં સોહેલ અને સીમા સરોગસીથી માતાપિતા બન્યા.

સની લિયોન અને ડેનિયલ
સની લિયોન અને તેના પતિ ડેનિયલ પણ સરોગસીથી વર્ષ 2017માં બે જોડિયા બાળકોના માતાપિતા બન્યા. બંને ટ્વિન બાળકો બેબી બૉય છે.

કરણ જોહર
કરણ જોહર 6 માર્ચ, 2018માં સરોગસીથી બે બાળકોના પિતા બન્યા છે. કરણના બંને બાળકોના નામ છે રુહી અને યશ. તમને જણાવી દઈએ કે કરણ જોહરના સ્વર્ગીય પિતાએ આ બંને બાળકોનું નામકરણ કર્યુ હતુ.

શ્રેયસ તલપડે અને દીપ્તિ
14 વર્ષ બાદ શ્રેયસ તલપડે અને તેમની પત્ની દીપ્તિએ પણ સરોગસીનો સહારો લીધો. 4 મે, 2018ના રોજ તેઓ એક પુત્રીના પિતા બન્યા છે.

આમિર ખાન અને કિરણ રાવ
આમિર ખાન અને કિરણ રાવના પુત્ર આઝાદનો જન્મ ડિસેમ્બર 2011માં સરોગસી દ્વારા થયો હતો.

શાહરુખ ખાન અને ગૌરી ખાન
શાહરુખ ખાન અને ગૌરી ખાનના સૌથી નાના પુત્ર અબ્રાહમનો જન્મ સરોગસીથી થયો છે. 27 મે, વર્ષ 2013માં અબ્રાહમનો જન્મ થયો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
