સાંભળ્યુ કે.. હવે સન્ની લિયોનનો બનશે એમએમએસ
અમદાવાદ, 8 નવેમ્બર : એડલ્ટ સ્ટાર સન્ની લિયોન આજકાલ એકતા કપૂરની મહત્વાકાંક્ષી ફિલ્મ રાગિણી એમએમએસ 2ના શુટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મ એક સુપર નૅચરલ પાવર અને એમએમએસની કથા કહે છે. આ ફિલ્મ રાગિણી એમએમએસની સિક્વલ છે. ફિલ્મનું દિગ્દર્શન ભૂષણ પટેલ કરશે. આ તે જ ભૂષણ છે કે જેમણે 1920 એવિલ રિટર્ન્સ ફિલ્મ બનાવી હતી.

પોતાની આ ફિલ્મને લઈને ખૂબ ઉત્સાહિત સન્ની લિયોને જણાવ્યુ હતું કે આ ફિલ્મમાં તેમને એક્ટિંગ કરવાની તક મળી છે. ફિલ્મની વાર્તા ખૂબ સારી લાગી હતી. તેથી તેમણે એકતા કપૂર સમક્ષ આ ફિલ્મની ઑફર સ્વીકારી લીધી હતી.
સન્નીએ એકતાના વખાણ કરતાં કહ્યુ હતું કે એકતા બોલ્ડ, પરંતુ સારા વિષયો પર ફિલ્મો બનાવે છે. તેથી જ તેઓ એકતા કપૂરને પસંદ કરે છે. તેમણે એકતાની ધ ડર્ટી પિક્ચર ફિલ્મ માટે વિદ્યા બાલન અને એકતાની પ્રશંસા કરી. સન્નીએ જણાવ્યું કે તેમને પૂર્ણ આશા છે કે તેમની ફિલ્મ રાગિણી એમએમએસ 2 લોકોને જરૂર ગમશે.
આપને જણાવી દઇએ કે સન્ની જ્યારે આ ફિલ્મ સાઇન કરવા એકતા પાસે ગયા હતાં, ત્યારે પણ રસપ્રદ સમાચારો સામે આવ્યા હતાં. સાંભળવામાં આવ્યુ હતું કે સન્ની લિયોન એકતા પાસે બુરખો પહેરી ગયા હતાં, કારણ કે તેમને ભય હતો કે લોકો તેમને જોવા ગિર્દી કરશે અને તેઓ એકતાને મળી નહિં શકે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
