એક વિલનના હૃદયસ્પર્શી ગીતો છે સશક્ત પાસું : જાણો ખાસિયતો
મુંબઈ, 20 જૂન : આગામી 27મી જૂને મોટા પડદે રિલીઝ થઈ રહી છે મોહિત સુરીની ફિલ્મ એક વિલન. ફિલ્મમાં લીડ રોલ પ્લે કર્યો છે સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર અને રીતેશ દેશમુખે. ફિલ્મનું પ્રમોશન પુરજોશમાં ચાલી રહ્યું છે. ફિલ્મ એક રોમાંટિક થ્રિલર છે. તેથી ફિલ્મના પ્રમોશનથી રીતેશને દૂર રખાયાં છે કે જેથી ફિલ્મની વાર્તા પ્રત્યે લોકોની જિજ્ઞાસા જળવાઈ રહે, પરંતુ લોકોની ઉત્સુકતા ફિલ્મ પ્રત્યે રીતેશને કારણે નહીં, પણ સંગીતના કારણે વધી ગઈ છે.
એક વિલન ફિલ્મના ગીતોએ લોકોને દિલોમાં હલચલ પેદા કરી દીધી છે. લોકો અંકિત તિવારી તથા શ્રદ્ધા કપૂર દ્વારા ગવાયેલ ગીત ...તેરી ગલિયાં...ના તો દીવાના થઈ ગયાં છે. તેથી જ વારંવાર ફિલ્મના ગીતો અને ટ્રેલરને યૂટ્યુબ ઉપર જોવામાં આવી રહ્યાં છે.
મોહિત સુરીની ફિલ્મોની ખાસિયત હંમેશા તેમનું ગીત-સંગીત જ રહ્યું છે. મોહિત પોતે કહે છે કે તેઓ પોતાની સફળતાનો શ્રેય પોતાની ફિલ્મોના સફળ સંગીતને આપે છે. તેઓ કહે છે કે ફિલ્મ નિર્માતાઓનાદિલમાં પોતાના કામ પ્રત્યે વિશ્વાસ જાળવી રાખવાનો શ્રેય તેમની છેલ્લી ફિલ્મો કલયુગ (2005), વો લમ્બે (2006), મર્ડર 2 (2011) અને આશિકી 2 (2013)ના સંગીતને જાય છે.
મોહિત સુરી કહે છે - હું પોતાના કૅરિયરમાં આ મુકામે ન પહોંચી શક્યો હોત, જો મારા ગીતો સફળ ન થયાહોત. મેં જ્યારે શરુઆત કરી, ત્યારે હું 22 વર્ષનોહતો અને મારી ફિલ્મોમાં માત્ર નવોદિત કલાકારો હતાં. જો મારા ગીતો સફળ ન થયા હોત, તો લોકોએ મને વધુ તક ન આપી હોત. પછી તે વો લમ્હે... કે જિયા ધડક જાયે... ગીત હોય, મારી ફિલ્મોના ગીતો સફળ છે. સારા ગીતોએ દર્શકોને હંમેશા થિયેટરો પ્રત્યે આકર્ષ્યાં છે.
ચાલો સ્લાઇડરમાં જાણીએ એક વિલનના ગીતોની ખાસિયતો :

તેરી ગલિયાં...
એક વિલન ફિલ્મમાં 6 ગીતો છે કે જેમાં તેરી ગલિયાં... ગીતે લોકોને ઘેલુ લગાડ્યું છે. અંકિત તિવારી તથા શ્રદ્ધા કપૂરના અવાજમાં આ ગીતે દરેકનુ દલડુ ચોરી લીધું છે. તેથી જ લોકો ફિલ્મનો આતુરતાપૂર્વક ઇંતેજાર કરી રહ્યાં છે.

બંજારા...
મોહમ્મદ ઇરફાનના સુરોથી સજ્જ બંજારા... ગીત પણ બહુ કમાલનું છે. એક તો આ ગીત બહુ સુંદર રીતે લખાયું છે અને ઉપરાંત ઇરફાનના અવાજે તેને બહુ ટચિંગ બનાવી દીધું છે.

જરૂરત...
મુસ્તફા જાહિદે પણ જરૂરત... ગીતને બહુ ઇમોશનલ ટચ આપ્યું છે કે જેને સાંભલી દરેકના મનમાં લાગણીઓ ઉછળવા લાગે છે.

આવારી...
આવારી ગીત પણ એક જુદા પ્રકારનું આયટમ સૉંગ છે કે જેને સુરમયી બનાવ્યું છે મોમિના અને અદનાને.

હમદર્દ...
ફરી એક વાર અરિજીત સિંહે આ દર્દભર્યા ગીતમાં એવી કશિશ ઉમેરી છે કે જેને સાંભળી આપ તેમના અવાજના ફરી દીવાના બની જશો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
