પૉર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રા સામે EDએ નોંધ્યો મની લૉંડ્રીંગનો કેસ
બૉલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની મુશ્કેલીઓ ઘટવાનુ નામ નથી લઈ રહી.
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની મુશ્કેલીઓ ઘટવાનુ નામ નથી લઈ રહી. એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ હવે રાજ કુંદ્રા સામે નવો કેસ નોંધ્યો છે. ઈડીએ રાજ કુંદ્રા સામે મની લૉન્ડ્રીંગનો કેસ નોંધ્યો છે. આ કેસ પૉર્નોગ્રાફી સાથે જોડાયેલો છે. આ કેસમાં ઈડી ઉપરાંત મુંબઈ પોલિસે પણ રાજ કુંદ્રા સામે કેસ નોંધ્યો છે. તમને જણાવી દઈએ કે આ કેસમાં રાજ કુંદ્રા જેલ પણ જઈ ચૂક્યો છે અને હાલમાં તે જામીન પર બહાર છે.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે મુંબઈ પોલીસે આ કેસમાં 20 જુલાઈના રોજ રાજ કુંદ્રા ધરપકડ કરી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં મુંબઈ પોલીસે પૉર્ન રેકેટ કેસમાં વધુ 5 લોકોની ધરપકડ કરી હતી. આ લોકો પર આરોપ હતો કે આ લોકો મોડલ અને એક્ટર્સને પૉર્ન ફિલ્મોમાં કામ કરાવે છે. ફિલ્મોમાં કામ અપાવવાના બહાને આ લોકોને પૉર્ન ફિલ્મોમાં કામ અપાવ્યુ હતુ અને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. પૉર્ન ફિલ્મો જે પર એપ અપલોડ કરવામાં આવી હતી તેમાંથી ઘણી રાજ કુંદ્રાની કંપની સાથે સંબંધિત છે.
રિપોર્ટ અનુસાર શૂટિંગ દરમિયાન અભિનેત્રીઓને ન્યૂડ સીન શૂટ કરવા માટે કહેવામાં આવ્યુ હતુ. જ્યારે અભિનેત્રીએ આવુ કરવાની ના પાડી તો તેને કથિત રીતે ધમકાવવામાં આવી અને શૂટિંગનો ખર્ચ પણ માંગવામાં આવ્યો. આ સમગ્ર રેકેટની માહિતી મળ્યા બાદ મુંબઈ પોલીસે તેની તપાસ શરૂ કરી અને હોટશોટ્સ એપનુ નામ સામે આવ્યુ. બાદમાં ખબર પડી કે આ એપ રાજ કુંદ્રાની પેઢીની છે કે જે યુકે સ્થિત કંપની છે. આ સમગ્ર મામલામાં રાજ કુંદ્રા કંપનીના આઈટી હેડ રાયન થોર્પેની પણ અગાઉ ધરપકડ કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
