Drishyam 2: બૉક્સ ઑફિસ પર દ્રશ્યમ 2નુ શાનદાર પ્રદર્શન, ટિકિટોની વધતી માંગ વચ્ચે થિયેટરોએ લીધો આ નિર્ણય
અજય દેવગણની દ્રશ્યમ 2એ બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી છે.
Drishyam 2: અજય દેવગણની દ્રશ્યમ 2એ બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી છે. ફિલ્મના રિલીઝ બાદ જ તે શાનદાર પ્રદર્શન કરી રહી છે. 37 કરોડની કમાણી ફિલ્મે કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ફિલ્મે રવિવારે 27 કરોડથી વધુની કમાણી કરી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ફિલ્મ થોડા દિવસમાં જ 100 કરોડનો આંકડો પાર કરી શકે છે. ફિલ્મને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે. અમુક શહેરોમાં સિનેમાઘરોમાં મૂવી ટિકિટોની વધતી માંગ વચ્ચે મોડી રાત અને વહેલી સવારના શો રાખવામાં આવ્યા છે.

ટિકિટોમાં માંગ વચ્ચે મધરાતે રાખી રહ્યા છે શો
દ્રશ્યમ 2 એ 1015માં આવેલી ફિલ્મ દ્રશ્યમની સિક્વલ છે. અજય દેવગન ઉપરાંત આ ફિલ્મમાં તબ્બુ, અક્ષય ખન્ના શ્રિયા સરન અને ઈશિતા દત્તા પણ છે. ફિલ્મની પ્રિક્વલના સારા પ્રદર્શનની માંગ કરવામાં આવી રહી હતી. રિલીઝ પછી ટિકિટોની વધતી માંગ વચ્ચે શો મધ્યરાત્રિએ પણ રાખવામાં આવી રહ્યા છે. દિલ્લીમાં મધરાત 12 સુધી શો પણ રાખવામાં આવ્યા હતા.

શાનદાર ઓપનિંગ
દ્રશ્યમ 2 શાનદાર ઓપનિંગ લઈ રહી છે. આ ફિલ્મે ફરી એકવાર દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચવાનુ કામ કર્યુ છે. ફિલ્મ વિશે વાત કરતા PVR લિમિટેડના CEO, ગૌતમ દત્તા કહે છે, 'અમે ફરી એકવાર પરિવારોને થિયેટરોમાં પાછા લાવવાના વલણ જોઈ રહ્યા છીએ. દ્રશ્યમ 2નુ પ્રી-સેલ્સ તેની પુષ્ટિ કરે છે. આ ફિલ્મોએ એક રીતે પારિવારિક ફિલ્મોને પ્રોત્સાહન આપ્યુ છે. અમને આશા છે કે આ ટ્રેન્ડ ચાલુ રહેશે. દૃષ્ટિમ 2ની સફળતા એ વાતને રદિયો આપે છે કે માત્ર લાર્જર-ધેન-લાઇફ અથવા હોરર કોમેડીઝ જ વર્ક કરશે અને મિડલ લેવલ ડ્રામા અથવા થ્રિલર્સ થિયેટરમાં સંઘર્ષ કરવાનુ ચાલુ રાખશે.

દ્રશ્યમ 2 માટે 300 કરોડની આગાહી
દ્રશ્યમ 2 આ અઠવાડિયામાં પણ સારો દેખાવ કરે તેવી અપેક્ષા છે. ટ્રેડ વિશ્લેષકોએ પહેલાથી જ આ ફિલ્મ માટે વિશ્વભરમાં 300 કરોડની આગાહી કરી છે. જો કે, લાઈફટાઈમ ગ્રોસ વિશે કંઈપણ કહેવુ ખૂબ જ વહેલુ છે. લાંબા સમય પછી બૉલિવુડ બૉક્સ ઑફિસ પર કોઈ ફિલ્મે વ્યવસ્થિત કમાણી કરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
