Diwali Bash 2022 - ભૂમિ પેડનેકરની ધમાકેદાર દિવાળી પાર્ટી, સમીક્ષા પેડનેકરે લૂંટી મહેફિલ

ભૂમિ પેડનેકરે જે રીતનો ડ્રેસ પહેર્યો છે તે લોકોને ખૂબ ગમી રહ્યો છે અને તેના પર લોકો સોશિયલ મીડિયામાં રિએક્ટ કરી રહ્યા છે.

દેશભરમાં દિવાળીની ધૂમ વચ્ચે બૉલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પણ ઉજવણી શરુ થઈ ચૂકી છે. એક પછી એક દિવાળી બેશથી સ્ટાર્સના ફોટા સામે આવી રહ્યા છે. હાલમાં ભૂમિ પેડનેકરની દિવાળી પાર્ટીમાંથી ઘણા સેલેબ્સ પહોંચ્યા જેના ફોટા સામે આવ્યા છે. ભૂમિ પેડનેકરે જે રીતનો ડ્રેસ પહેર્યો છે તે લોકોને ખૂબ ગમી રહ્યો છે અને તેના પર લોકો સોશિયલ મીડિયામાં રિએક્ટ કરી રહ્યા છે.

bhumi

ભૂમિની સાથે તેની બહેન સમીક્ષા પેડનેકર પણ જોવા મળી. દિવાળીમાં દરેક જગ્યાએ સેલિબ્રેશન થતુ હોવાથી દરેક જગ્યાએ બધા સ્ટાર્સ જમા થઈ શકતા નથી. જો કે, દિવાળી પહેલા બૉલિવુડ સ્ટાર્સના લુક્સ ઘણા શાનદાર હોય છે. ભૂમિની પાર્ટીમાં રકુલ પ્રીત જેકી ભગનાની સાથે જોવા મળી હતી. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. રાજકુમાર રાવ પણ પોતાની પત્ની પત્રલેખા સાથે જોવા મળ્યો.

ભૂમિ પેડનેકર ડાર્ક શેડ્સનો મલ્ટીકલર લહેંગો, કલરફુલ દુપટ્ટો અને બોલ્ડ લિટલ બ્લાઉઝ પહેરીને જ્યારે કેમેરાની સામે આવી ત્યારે બધાનુ ધ્યાન તેના પર હતુ. ભૂમિએ દિવાળી પાર્ટી માટે પરંપરાગત રાજસ્થાની સ્ટાઈલનો પોશાક પસંદ કર્યો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ ડ્રેસ સાથે તેણે ઘરેણાંની ખૂબ જ એથનિક શૈલી પણ પસંદ કરી. તેની હેરસ્ટાઇલ પણ અલગ દેખાતી હતી. એટલે કે ટ્રેડિશનલ લુકમાં ભૂમિએ બોલ્ડનેસનો તડકો લગાવ્યો હતો. હવે હસીનાનો આ લુક સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X