દિગ્દર્શક બનવા માંગે છે ગિપ્પી મૉમ દિવ્યા દત્તા
મુંબઈ, 24 જૂન : વીર ઝારા તથા દિલ્લી 6 જેવી ફિલ્મોમાં અભિનય કરી ચુકેલા બૉલીવુડ અભિનેત્રી દિવ્યા દત્તા હવે ફિલ્મ દિગ્દર્શન ક્ષેત્રે ઝંપલાવવા માંગે છે.

તાજેતરમાં જ ગિપ્પી ફિલ્મમાં દેખાયેલા દિવ્યાએ એક વાતચીત દરમિયાન જણાવ્યું - હું ભાગ્યશાળી છું કે મેં મધુર ભંડારકર તથા રાકેશ ઓમપ્રકાશ મહેરા જેવા અનેક મોટા દિગ્દર્શકો સાથે કામ કર્યું છે. ભવિષ્યમાં હું ફિલ્મોનું દિગ્દર્શન કરવા માંગુ છું, પરંતુ હાલ એવું કંઈ નથી.
દિવ્યા દત્તા એમ પણ માને છે કે કોઈ ફિલ્મનું એકલા દિગ્દર્શન કરવા માટે એ જરૂરી નથી કે અગાઉ કોઇક દિગ્દર્શક સાથે સહાયક દિગ્દર્શક તરીકે કામ કરવામાં જ આવે. પોતાનું પ્રથમ પુસ્તક લખવા જઈ રહેલા દિવ્યાએ જણાવ્યું - હાલ હું લેખન જ કરી રહી છું. હું લેખન અંગે કાયમ ઉત્સુક રહીછું. હાલ હું નવલકથા લખી રહી છું. લેખન મારા માટે અભિનયની જેમ જ સ્વાભાવિક છે.
દિવ્યાએ તાજેતરમાં રિલીઝ થયેલ કરણ જૌહર નિર્મિત અને સોનમ નાયર દિગ્દર્શિત ગિપ્પી ફિલ્મમાં માતાનો રોલ કર્યો હતો. ફિલ્મમાં રિયા વિજ લીડ રોલમાં હતાં.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
