દિશા પાટનીના ઘરે ફાયરિંગ કરનારા આરોપીઓ એન્કાઉન્ટરમાં ઠાર
બોલિવૂડ અભિનેત્રી દિશા પાટનીના ઘરે ફાયરિંગ કરવાના કેસમાં બે મુખ્ય શૂટરને ઉત્તર પ્રદેશ STFએ એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે.
આ ઘટના બુધવારે (17 સપ્ટેમ્બર) ગાઝિયાબાદના ટ્રોનિકા સિટી વિસ્તારમાં બની. મૃતક આરોપીઓની ઓળખ રવિન્દ્ર (રોહતક) અને અરુણ (સોનીપત) તરીકે થઈ છે.

12 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે લગભગ 3:45 વાગ્યે બે બાઇક સવાર અજાણ્યા બદમાશોએ દિશા પટણીના પરિવારના બરેલી સ્થિત ઘરે 8-10 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ સમગ્ર શહેરમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
ફાયરિંગની ઘટના બાદ દિશા પાટનીના પિતા અને નિવૃત્ત ડીએસપી જગદીશ સિંહ પટણીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરી હતી. સીએમ યોગીએ તેમને સુરક્ષાની ખાતરી આપી હતી અને તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
એસટીએફના જણાવ્યા અનુસાર, આરોપીઓના તાર કુખ્યાત રોહિત ગોદારા-ગોલ્ડી બ્રાર ગેંગ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. એન્કાઉન્ટર સ્થળેથી STFએ પિસ્તોલ સહિત મોટી માત્રામાં કારતૂસ પણ જપ્ત કર્યા છે.
પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તપાસ શરૂ કરી હતી અને આ બે આરોપીઓને ઓળખી કાઢ્યા હતા. આખરે આજે STF સાથેની અથડામણમાં બંને શૂટર ઠાર થયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
