આલિયા-ધનુષ તામિળ ફિલ્મમાં ચમકવાની અટકળો!
મુંબઈ, 10 જુલાઈ : બૉલીવુડના નવોદિત અભિનેત્રી આલિયા ભટ્ટ અંગે અફવાઓ વહેતી થઈ છે કે તેઓ રાંઝણા બૉય ધનુષ સાથે તામિળ ફિલ્મમાં ચમકવાં જઈ રહ્યાં છે. કરણ જૌહર કૃત સ્ટુડન્ટ ઑફ ધ ઈયર સાથે બૉલવુડ કૅરિયર શરૂ કરનાર આલિયા ભટ્ટ પ્રથમ જ ફિલ્મથી હિટ થઈ ગયાં છે અને તેમના અંગે તરેહ-તરેહની અટકળો વહેતી રહે છે. તાજેતરમાં જ આલિયા ભટ્ટનું નામ વરુણ ધવન સાથે ચૅટિંગ કરવા અંગે ઉછળ્યુ હતું અને હવે એવી અટકળો વહેતી થઈ છે કે આલિયા ભટ્ટ ધનુષ સાથે તામિળ ફિલ્મમાં ચમકશે.

ધનુષ તાજેતરમાં જ રિલીઝ થયેલી રાંઝણા ફિલ્મ સાથે બૉલીવુડમાં પ્રવેશ્યાં છે. સોનમ કપૂર સાથેની તેમની આ પ્રથમ બૉલીવુડ ફિલ્મ હિટ પણ રહ છે અને તેમના વખાણ પણ થયાં છે.
દરમિયાન આલિયા-ધનુષની જોડીને તામિળ ફિલ્મોના સિનેમેટૉગ્રાફરથી દિગ્દર્શક બનેલા કે વી આનંદ પોતાની આગામી તામિળ ફિલ્મમાં સાથે લાવતા હોવાની અટકળો વહેતી થઈ છે. જોકે પોતે આનંદે આ અટકળો ફગાવી દીધી છે અને જણાવ્યું છે કે તેમણે આલિયાને કાસ્ટ નથી કર્યાં.
હકીકતમાં કે વી આનંદ નામના ફેસબુક પેજ ઉપર આવી અટકળો વહેતી થઈ હતી, પરંતુ આનંદે આ ફેસબુક પેજને ફેક ગણાવ્યું છે અને ટ્વિટ કરી જણાવ્યું છે - તે મારું ઑફિશિયલ (ફેસબુક) પેજ નથી. ફેક છે. મેં કંઈ પણ પોસ્ટ કર્યું નથી. હાલ અમે અમારી આગામી અનટાઇટલ્ડ ફિલ્મ માટે કાસ્ટ પ્લાનિંગ કરી રહ્યાં છે. જ્યારે કન્ફર્મ થઈ જશે, ત્યારે હું પોતે જણાવીશ.
અયાન, કો તથા મત્રાન જેવી તામિળ ફિલ્મો નાવનાર આનંદ આગામી પ્રોજેક્ટ ધનુષ સાથે કરી રહ્યાં છે. તેઓ હાલ ધનુષ સાથે તામિળ કૉમેડી ફિલ્મ નૈયાંદી માટે શૂટિંગ કરી રહ્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
