દિલીપકુમારનુ 98 વર્ષની વયે થયુ નિધન, સવારે 7.30 વાગે હિંદુજા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
દિલીપકુમારનુ નિધન આજે સવારે 98 વર્ષની વયે થયુ છે.
મુંબઈઃ બૉલિવુડ દિગ્ગજ અભિનેતા દિલીપકુમારનુ 98 વર્ષની વયે આજે નિધન થઈ ગયુ છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા અને તેમનેે ફેફસાની તકલીફને કારણે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી. આજે સવારે 7.30 વાગે મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં તેમનુ નિધન થયુ. તેમને 30 જૂનના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બૉલિવુડમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
Recommended Video


બૉલિવુડના દિગ્ગજ અભિનેતા 98 વર્ષીય દિલીપકુમારનુ વહેલી સવારે 7.30 વાગે મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં નિધન થયુ છે. 30 જૂનના રોજ શ્વાસ લેવાની તકલીફ પડતા દિલીપ કુમારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ICUમાં હતા. તમને જણાવી દઈએ કે 6 જૂનના રોજ દિલીપકુમારને દાખલ કરવામાં આવ્યા હતા અને 11 જૂને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. દિલીપકુમારના ફેફસામાં પાણી ભરાઈ ગયુ હતુ.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે દિલીપ કુમારના બે નાના ભાઈઓના કોરોનાના કારણે મોત થયા હતા. 2020માં બંને ભાઈ અસલમ ખાન(80) અને અહેસાસ ખાન(90)નુ મોત કોરોનાથી સંક્રમિત થવાના કારણે થયુ હતુ. બંને ભાઈ લીલાવતી હોસ્પિટલમાં દાખલ હતા.
દિલીપ કુમારનુ નામ મોહમ્મદ યુસૂફ ખાન છે. તેમણે દેવદાસ, અંદાજ, મુગલ-એ-આઝમ, ગંગા જમુના, ક્રાંતિ જેવી 60 ફિલ્મોમાં કામ કર્યુ હતુ. તેઓ છેલ્લા 'કિલા' ફિલ્મમાં જોવા મળ્યા હતા. તેમને બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર અવૉર્ડ આઠ વાર મળી ચૂક્યો છે. દિલીપકુમારને દાદા સાહેબ ફાળકે અવૉર્ડથી પણ સમ્માનવામાં આવી ચૂક્યા છે. 2015 સરકારે તેમને પદ્મભૂષણથી સમ્માનિત કર્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
