દિલીપકુમારના નાના ભાઈ અસલમ ખાનનુ નિધન, બીજા ભાઈની હાલત ગંભીર
બૉલિવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના નાના ભાઈ અસલમ ખાનનુ શુક્રવારે સવારે નિધન થઈ ગયુ.
મુંબઈઃ બૉલિવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના નાના ભાઈ અસલમ ખાનનુ શુક્રવારે સવારે નિધન થઈ ગયુ. તેમને ડાયાબિટીઝ, હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટની બિમારી હતી. આ સાથે જ તે કોરોના વાયરસ પૉઝિટીવ પણ હતા. આ વિશેની માહિતી મુંબઈની લીલાવતી હોસ્પિટલે આપી છે. અસલમ ખાન ઉપરાંત અભિનેતા અને ભાઈ અહેસાન ખાન પણ કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. તેમની સ્થિતિ પણ અત્યારે ગંભીર છે અને તેમને વેંટીલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.

બંને ભાઈ કોરોના વાયરસ(કોવિડ-19)થી સંક્રમિત
દિલીપ કુમારના બંને ભાઈઓ અહેસાન ખાન અને અસલમ ખાનને ગયા સપ્તાહે લીલાવતી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. બંને કોરોના વાયરસ(કોવિડ-19)થી સંક્રમિત મળી આવ્યા હતા. જ્યાં અહેસાન ખાનની ઉંમર 90 વર્ષ છે. વળી, કહેવામાં આવી રહ્યુ છે કે અસલમ ખાન તેમનાથી ઉંમરમાં થોડા જ નાના હતા. રિપોર્ટ અનુસાર અસલમ ખાનને નૉન-ઈનવેસિવ વેંટીલેટર પર રાખવામાં આવ્યા હતા. ઈલાજ છતાં તેમની હાલત ગંભીર હતી.

દવા ભી દુઆ ભી, ઓરો સે ફાસલા ભી...
આ પહેલા દિલીપ કુમારની પત્ની અને અભિનેત્રી સાયરા બાનોએ કહ્યુ હતુ કે બંને ભાઈ જલ્દી ઠીક થઈને ઘરે પાછા આવી જશે. તેમને લીલાવતી હોસ્પિટલના ડૉક્ટર્સ પર પૂરો ભરોસો છે. વળી, દિલીપ કુમારની વાત કરીએ તો તે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને ઘરે આરામ કરી રહ્યા છે. 97 વર્ષના દિલીપ કુમારે ટ્વિટ કરીને લોકોને ઘરે રહેવાની સલાહ પણ આપી હતી. તેમણે ચાર પંક્તિની એક કવિતા ટ્વિટ કરીને કહ્યુ હતુ, 'દવા ભી દુઆ ભી, ઓરો સે ફાસલા ભી, ગરીબ કિ ખિદમત, કમજોર કિ સેવા ભી.'

બૉલિવુડમાં કોરોનાનો કહેર
તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના વાયરસનો કહેર ઝડપથી વધી રહ્યો છે. ઘણી સેલિબ્રિટી આ બિમારીની ચપેટમાં આવી ચૂક્યા છે. ગયા મહિને અભિનેતા અમિતાભ બચ્ચન પરિવારને પણ કોરોના વાયરસનુ સંક્રમણ થઈ ગયુ હતુ. તેમના દીકરા અભિષેક બચ્ચન, વહુ ઐશ્વર્યા રાય બચ્ચન, પૌત્રી આરાધ્યા બચ્ચન અને અમિતાભ બચ્ચન ખુદ વાયરસની ચપેટમાં આવી ગયા હતા. જો કે હવે તેમનો પૂરો પરિવાર રિકવર થઈ ચૂક્યો છે અને ઘરે છે. આ ઉપરાંત કનિકા કપૂર, ઝોયા મોરાની, સતીષ શાહ અને ઘણા અન્ય સેલિબ્રટી પણ વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
